આજના યુગમાં તંદુરસ્ત રહેવા માટે આરોગ્યવર્ધક ખોરાક લેવો ખુબ જરૂરી છે.ભોજન લેતા સમયે કોઈ પણ પ્રકારની લાપરવાહી રાખવી જોઈએ નહીં . કોઈ પણ સમયે ખાઈ લીધું જયારે પોતાનું મન કહે ત્યારે ઊંઘી લીધું આ બધું આપણા સ્વાસ્થયને ખુબ નુકશાન કરે છે.ખાવા પીવાની ખરાબ ટેવો આપણા શરીરમાં ઘણી બીમારી લાવે છે.આ ખરાબ ટેવો સુધારવી ખુબ જરૂરી છે.હંમેશા સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ .આયુર્વેદ ગ્રથોમાં ભોજન લેવાના પ્રકાર અને તે ખાવા વિષેની ખુબ મહત્વ જાણકરી આપવામાં આવી છે.તેમાં વાનગીઓના તાલમેલનો પણ ખ્યાલ રાખવો જોઈએ તેમાં અમુક વસ્તુઓનો તાલમેલ યોગ્ય ન હોય તો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોય છે.
ઉનાળો અને ચોમાસા બંને ઋતુ માં કરેલા અને ભીંડા શાક માર્કેટમાં મળે છે.તે આપણા આહાર માં સામેલ કરવા ખુબ જરૂરી છે.ડાયાબિટીસ થી પીડાતા દર્દી માટે બંને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે.પણ આ બંને શાકભાજી એક સાથે ખાવી આપણા શરીર માટે ખુબ હાનિકારક છે.આ બંને શાકભાજી ને એક સાથે જો આહારમાં લેવામાં આવેતો શરીરમાં બીમારી થવાની શક્યતા વધારે હોય છે.
ઉનાળા દિવસોમાં દહીં અને ડુંગરી ખાવી ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે તે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.દહીં અને ડુંગરી ખાવાથી ગરમીમાં રાહત થતી હોય છે લેકિન આ બંને વસ્તુ એક સાથે ખાવી જોઈએ નહીં તેને એક સાથે ખાવાથી ચામડીના રોગો થવાની શક્યતા વધે છે. તેથી આ બંને વસ્તુ એક સાથે ખાવી જોઈએ નહીં
દૂધ ખાવું ખુબ જરૂરી છે તે શરીર માટે ખુબ ફતદાકારક છે તેના સેવનથી શરીરના હાડકા મજબૂત થાય છે આમ દૂધથી શરીરમાં બીજા ઘણા લાભ થાય છે આયુર્વેદમાં પણ દૂધના મહત્વ વિષે સમજવામાં આવ્યું છે દૂધમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે તે શરીરના હાડકા મજબૂત કરવાનું કામ કરે છે.માછલી કે માંસ ખાધા પછી દૂધ પીવું જોઈએ નહીં તેનાથી પેટમાં અપચો કબજિયાત વગેરે જેવી પેટને લગતી બીમારી થઇ શકે છે