દરેક માતા પિતા ની ઈચ્છા હોય કે મારુ બાળક ખુબ હોશિયાર હોય. કોઈ પણ સંતાનના માતા પિતા એવું ન ઇચ્છતા હોય કે મારુ બાળક પાછળ રહી જાય છે. પોતાના બાળક માટે તેઓ કઈ પણ કરવા રાજી હોય છે. પણ તેમની એક માત્ર ઈચ્છા હોય કે મારુ બાળક જીવનમાં સુખી હોય. તેના માટે તેઓ હર સંભવ પ્રયત્નો કરતા હોય છે.
આપણા દેશમાં ઔષધીનો ખજાનો છે પણ આપણે તેનો સાચો ઉપયોગ કેમ કરવો તેનાથી અજાણ હોઈએ છીએ. આજે તમને એક એવી ઔષધિ વિષે જણાવી રહ્યો છું જેનાથી મગજ નો સારો વિકાસ થાય છે, અવાજ મધુર બને તથા અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તેના માટે આ રામબાણ ઈલાજ છે. આ વનસ્પતિને બ્રાહ્મી ના નામે ઓરખવામાં આવે છે. જે આપણી આસપાસ પણ મળી રહેતી હોય છે.
આ વનસ્પતિ આપણા જીવનમાં ખુબ ઉપયોગી છે. બ્રાહ્મી નો સ્વાદ થોડો તીખો અને કડવો હોય છે. જેનો અવાજ વારંવાર બેસી જતો હોય કે અવાજને મધુર બનાવવો હોય તો તેના માટે ખાસ ઉપયોગી છે. જેને બાળકને ભણવામાં હોશિયાર બનાવવું છે અથવા બાળકની એકાગ્રતા વધારવી હોય તેના માટે આ ખાસ ઉપયોગી છે. તેના માટે તમારે બાળકને આ બ્રાહ્મી ના પાનનો રસ કાઢી ને બાળકને પીવડાવી દેવાનો અથવા બાળક જો તે પાનને ખાય તો ખવડાવી દેવાનું.
જે લોકો સતત ટેન્શનમાં રહેતા હોય અથવા અનિંદ્રા અનુભવતા હોય તેમને આ વનસ્પતિનો રસ કાઢી લેવાનો અને તેને હૂંફર ગરમ દૂધમાં નાખીને તેને પીવાનું ચાલુ કરી દેવાનું. તેનું તમને ખુબ સારું પરિણામ મળશે. તમે આ વનસ્પતિનો સરબત પણ બનાવીને પી શકો છો. તેનાથી જ્ઞાનતંતુ બજબુત બને છે. તેનો શરબત નાના મોટા કોઈ પણ પી શકે છે.