એક ગુજરાતી જાણીતા કલાકાર મોના થીબા સાથે એવી ઘટના બની કે તેમની જિંદગી બદલાઈ ગઈ.

Uncategorized

આ કહાની એવા જાણીતા કલાકારની છે કે તેમને ભયંકર અકસ્માતનો સામનો કર્યો છતાં હિમ્મત ના હારી. જીવનમાં સંઘર્ષનો સામનો કર્યો અને સફર થયા. આ કહાની ગુજરાતી ફિલ્મના સ્ટાર મોના થીબાના સંઘર્ષની છે. જાણો તેમને જીવનમાં કેવા સંઘર્ષ કર્યા.

તેમના પિતા જાણીતી પૂરતી ફૂલછાબમાં એડિટર હતા. તેઓ પ્રોડક્શન મેનેજર તરીકે પણ કામ કરેલું છે. તેમના ઘરમાં પહેલેથી જ ફિલ્મી માહોલ હતો. ૧૦ મુ ધોરણ ભણ્યા પછી તેમને હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે તેમના પિતાને કહ્યું પણ તેમને ના પાડી.

એકવાર મોના થીબાના પિતાના મિત્ર ઘરે આવ્યા અને તેમને મોના થીબા ને ફિલ્મ કરવાનું કહ્યું. પછી તેમના પિતાએ ના છૂટકે હા પાડી. આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું તે દરમિયાન જ તેમને બીજી 2 ફિલ્મ સાઈન કરી. તેમની પહેલી ફિલ્મ આવે તે પહેલા તેમને 7 ફિલ્મ મળી ગઈ હતી. જેમાં દીકરીનો માંડવો ફિલ્મ સુપરહિટ ગઈ હતી. તેમનું જીવન સફરતાના શિખર સર કરી રહ્યું હતું.

તેઓ એકવાર કામથી રાજકોટ જઈ રહ્યા ત્યારે તેમને અકસ્માત નડ્યો અને તેમને માથાના ભાગમાં ખુબ ગંભીર ઈજા પહોંચી હતી. તેમને નવી ફિલ્મો સાઈન કરી હતી તેમાં તેમને ડિરેક્ટરો રિપ્લેસ કરવા લાગ્યા. આ બધું જોતા તેઓ ડિપ્રેશન માં આવી ગયા અને 8 મહિના ઘરે જ બેસી રહ્યા. તે સમયે તેમને અધૂરી રહેલી ફિલ્મો પુરી કરી.

તે સમયે હિતુ કનોડિયા તેમના પતિ નહોતા છતાં ખુબ ધ્યાન રાખ્યું. તે તેમની જોડે કામ ન હતું ત્યારે તેમને આલ્બમ સોંગ પણ કર્યા અને તેમાં સફર રહ્યા. ત્યારબાદ તેમનું જીવન પાટા પર ચડી ગયું અને ફિલ્મોની ઓફર આવવા લાગી.

વર્ષ 2014 માં તેમને કોર્ટમાં ખુબ સાદાઈથી હિતુ કનોડિયા સાથે લગ્ન કર્યા અને ૨૦૧૬ માં તેમના ત્યાં દીકરાનો જન્મ થયો તેનું નામ રાજવીર છે. તેમને તેમના દીકરાના ઉછેર માટે લાંબો વિરામ લીધો છે. તેમની મુખ્ય ઈચ્છા સમાજ સેવિકા બનીને સમાજની સેવા કરવાની છે. આ રીતે મોના થીબા કનોડિયાએ સંઘર્ષ કરીને જિંદગીને જીતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *