આને કહેવાય સાચી ગુજરાતી ઇન્સાનિયત સાહેબ.. સુરતના આ વેપારીએ બ્રિજ તૂટવાના સમાચાર સાંભળતા જ કરી મોટી જાહેરાત, જુઓ શું કહ્યું? આજે પણ મોરબીની ઘટનાથી સમગ્ર ગુજરાતની આંખો ભીની છે.
આ દુર્ઘટનામાં ઘણા બાળકો સહિત 135 લોકોએ જીવ ગુમાવ્યા છે, ઘણા પરિવારના બાળકો પણ નિરાધાર બન્યા છે, ત્યારે આવા નિરાધાર બાળકોને મદદ કરવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા આગળ આવ્યા છે.
આ ઘટના બાદ વસંત ગજેરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મોરબીમાં થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કરી મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેણે એક મહત્વની જાહેરાત પણ કરી છે. જેના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
વસંત ગજેરાએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે તેઓ આ દુર્ઘટનામાં તમામ નિરાધાર, અનાથ બાળકોની સંપૂર્ણ જવાબદારી લેશે. તેમણે કહ્યું કે આવા બાળકોને તેમની વાત્સલ્ય ધામ સંસ્થામાં વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે અને જ્યાં સુધી તેઓ પોતાના પગ પર ઊભા ન થાય ત્યાં સુધી તેમની દેખરેખની જવાબદારી લેવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે તેમની વાત્સલ્ય ધામ સંસ્થામાં હાલમાં 700 બાળકો અભ્યાસ કરે છે, અમે કોઈપણ જ્ઞાતિના બાળકોને સ્વીકારીશું. અમે તેને પ્રેમ, શિક્ષણ, સ્નેહ આપીશું, અમે તેને માતા-પિતાનો પ્રેમ આપીશું જેમના માતા-પિતા નથી. આ અમારી સંસ્થા વિચારી રહી છે. વસંત ગજેરાના આ માનવતાવાદી કાર્યને લોકો બિરદાવી રહ્યા છે
અને સલામ કરી રહ્યા છે. અમરેલીમાં જન્મેલા વસંત ગજેરા સુરતના જાણીતા બિઝનેસમેન છે. તેઓ ખાસ કરીને લક્ષ્મી ડાયમંડ અને ગજરા ટ્રસ્ટના સ્થાપક તરીકે જાણીતા છે. પ્રખર ઉદ્યોગસાહસિક હોવાની સાથે તેઓ કેટલીક સામાજિક જવાબદારીઓ સાથે પણ જોડાયેલા છે.
તેમણે શાંતાબેન હરિભાઈ ગજરા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 9 કેમ્પસ શાળાઓ અને 19 કોલેજોમાં લગભગ 58000 વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી શિક્ષણની પહેલ કરી છે. તેમણે લક્ષ્મી ડાયમંડ અને લક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝ સાથે ગજરા ટ્રસ્ટ દ્વારા સામાજિક સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઘણી પ્રવૃત્તિઓ કરી છે.