યુટ્યુબ સ્ટાર ખજૂરભાઈ ના જીવનનો સંગર્ષ! ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા

Uncategorized

ખજુરભાઈ એટલે નીતિન જાણી તેમની ઓરખ ગુજરાતના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ છે. તેમનો વિડિઓ જોઈને કોઈક ભાગ્યે જ એવું હશે કે તે હસ્યું નહીં હોય. તેમની હસાવાની કલાકારીથી સૌ કોઈ તેમના દીવાના થઇ ગયા છે. જાણો તેમની જન્મથી આજ સુધીની સંઘર્ષ ની વાતો.

તેમનો જન્મ સુરત શહેરમાં થયો હતો. તેઓ બારપણમાં ખુબ તોફાની હતા. તેમને મોટાભાગનું શિક્ષણ બારડોલીમાં જ લીધું હતું. ત્યારબાદ તેઓ MCA , MBA અને LLB કર્યું. તે પછી તેમને IT માં જોબ કરી ત્યાં તેમનો પગાર ૬૫૦૦૦ થી વધુ હતો. તેમના મગજમાં ફિલ્મ લાઈન જ હતી. ત્યારે તેમને તેમના પિતાને કહ્યું કે મારે જોબ નથી કરવી. તો સમયે તેમના પિતા પણ કહ્યું કે તને જ્યાં ખુશી હોય તે કામ કર. તેમનું કહેવું છે કે જ્યાં સંતોષ ન મરે ત્યાં કામ ન કરાય.

તેમને બોલિવૂડમાં કામ કરવા માટે સતત એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. તેઓ કામ માટે ઓફિસની બહાર ચાર પાંચ કલાક બેસી રહેતા છતાં કામ ના મળે તો ભૂખ્યા પેટે પાછા જતા. તે પછી તેમને બોલિવુડમાં પ્રોડક્ષન અને ગ્રાઉન્ડ લેવલ નું નાનું કામ મર્યું.

ત્યારબાદ તેમને એક ગુજરાતી ફિલ્મ બનાવી તેનું નામ હતું “આવું જ રહેશે”. તેની સ્ટોરી પણ તેમને જ લખી હતી. આના પ્રમોશન માટે તેમને જિગલી ખજૂર નો વિડિઓ બનાવ્યો હતો. ખજૂરના પાત્ર માટે કોઈ મરતું ન હતું તો તેમને જાતે જ તે રોલ નિભાવ્યો. તેમના પહેલા જ વિડિઓએ દેશ વિદેશમાં ધૂમ મચાવી અને એક અલગ ઓરખ અપાવી.

નીતિનભાઈ ની અત્યારે બે ચેનલ છે યુટ્યૂબ પર એક ખજુરભાઈ અને બીજી ખજુરભાઈ વ્લોગસ તેના પર તેમના બહુ બધા વિડિઓ આવી ચુક્યા છે. જેના પર તેમને ખુબ મોટી માત્રામાં જોનારા ચાહક મિત્રો છે.

ખજુરભાઈ કોઈ દિવસ મદદ કરવામાં પાછા પડતા નથી. તેઓ ખાસ કરીને ગરીબ માણસ અને વિદ્યાર્થીની ખુબ મદદ કરે છે. લોકડાઉંન પછી તેમને વિધવા અને ગરીબ લોકો ખુબ આર્થિક સહાય કરી છે. તેમને અત્યાર સુધી એક કરોડથી વધુની સહાય આપી છે. તેમનું હાલનું અભિયાન ઘર બનાવો છે તેમને સૌરાષ્ટ માં ૨૫ થી વધુ ઘર બનાવ્યા છે. તેમનું ખહેવું છે કે અત્યારનો સમય એક બીજાને મદદ કરવાનો છે.

નીતિનભાઈ તેમના માતા પિતાને આદર્શ મને છે. ભવિષ્યમાં તેમની ઈચ્છા ગુજરાતીમાં બાહુબલી જેવી ફિલ્મ બનાવવાની છે. તે ઉપરાંત ગુજરાતની અસ્મિતાને જારવી પરિવાર સાથે જોઈ શકે તેવા વિડિઓ બનાવી લોકોને મોજ કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *