ભારતીય ટીમના આ ખેલાડીએ જડ્યા એક ઓવરમાં 43 રન, 7 સિક્સ સાથે બન્યા દુનિયાનો પહેલો ખેલાડી…..

ક્રિકેટ

વિજય હજારે ટ્રોફી ક્વાર્ટર ફાઈનલની ક્વાર્ટર ફાઈનલ મેચો હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ મોટી સિદ્ધિ મેળવી છે. આ ખેલાડીએ એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બેટ્સમેન આ પ્રકારનું કારનામું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.

આ ખેલાડીએ 1 ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી મહારાષ્ટ્રના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તર પ્રદેશની ટીમ સામે ઈતિહાસ રચ્યો છે. ઋતુરાજ ગાયકવાડ લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ કારનામું ડાબોડી સ્પિનર શિવા સિંહ સામે ઇનિંગની 49મી ઓવરમાં કર્યું હતું. શિવા સિંહે આ

ઓવરમાં 1 બોલ નો બોલ નાખ્યો હતો, જેના કારણે ઋતુરાજને કુલ 7 બોલ રમવા મળ્યા હતા. તેણે આ તમામ બોલને બાઉન્ડ્રી લાઇનની પાર લીધી. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાંથી 10 ચોગ્ગા અને 16 છગ્ગા જોવા મળ્યા હતા. રૂતુરાજ ગાયકવાડની ઇનિંગના આધારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમ 5 વિકેટે 330 રન જ બનાવી શકી હતી.

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 1 ODI અને 9 T20 મેચ રમી છે. છેલ્લી 6 ઇનિંગ્સમાં છઠ્ઠી સદી રુતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની છેલ્લી 8 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી છે. તે જ સમયે, 25 વર્ષીય ઋતુરાજની લિસ્ટ-એ કારકિર્દીની આ 13મી સદી છે. આ મેચ પહેલા ઋતુરાજે લિસ્ટ-એની 69 મેચોમાં 55ની એવરેજથી 3538 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *