સુરતની અંદર છાશવારે કોઈને કોઈ ઘટના બનતી હોય છે. એવામાં ઘણી જગ્યાએ ચોરી લૂંટફાટ અને આત્મહત્યા તેમાં જગ્યાના ગુનાઓ અવારનવાર બનતા રહે છે. તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ચોરી કરતો હોય તો, તેની સામે લોકો ભારે આક્રોશ
માં માર મારતા હોય તેવી અવારનવાર ઘટના સાંભળતા હોઈએ છીએ. પરંતુ જો તમે ક્યારેય જોયું છે કે લોકો એ ચોરને પકડી ને અલગ અલગ પ્રકારની સજા આપી હોઈ. તમે ઘણી જગ્યાએ લોકોને ચોરને બરાબરનો મેથીપાક ચડતા હોય છે.
મને જણાવી દઈએ કે ઘણી જગ્યાએ ચોરને પકડી ને બરાબર ની ધોલાઈ કરી નાખતા હોય છે. એમજ સુરતની અંદર થી પણ એક મોબાઇલ ચોરોને લોકોએ પકડી ને એવી સજા આપી શકે તમને જાણીને વિશ્વાસ નહીં આવે. ખાસ કરીને જણાવી દઈએ કે સુરતની અંદર આવેલા વેલાંજા વિસ્તારની અંદર, સબાના નામની એક મહિલા ને લોકોએ મોબાઇલ
ચોરી કરતી પકડી લીધી હતી.રંગે હાથે પકડાઈ આ મહિલા ચોર પેરા લોકોની સામે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી અને ત્યારબાદ, જોતજોતામાં લોકોનો ખૂબ જ મોટું ટોળું ભેગું થઇ ગયું હતું. અને આ મહિલા ચોર ખૂબ ડરી ગઈ હતી. ખાસ કરીને પકડાયેલી મહિલા ચોર ને એવું લાગ્યું હતું કે, લોકો તેને મારી મારીને બેહાલ કરી નાખશે.
પરંતુ તમને જણાવી દઈએ કે લોકોએ આ મહિલા ચોર ને માર માર્યો નથી, ઘંટો આ મહિલા ચોર ને એવી સજા આપી છે કે તમને પણ જાણીને વિશ્વાસ નહીં આવે. ખરેખર આશ્ચર્યની સાથે લોકોએ તેને અનોખી સજા આપી હતી અને, મોબાઇલ ચોરી કરતી પકડાયેલી મહિલા ને સ્થાનિક મહિલાઓ એ હાથમાં ઝાડુ પકડાવ્યું હતું. એમાંજ મહિલા ચોરને લોકોએ હાથમાં ઝાડુ લગાવીને આખા બિલ્ડીંગની સાફ સફાઈ કરાવી ને અનોખી સજા આપી હતી.
ખાસ વાત તો એ છે કે લોકોએ, આવી અનોખી સજા આપીને એક સમાજની અંદર ઉદાહરણ પુરૂ પાડયુ છે, તેમજ આ મહિલાને મહેનત કરીને કઈ રીતે રૂપિયા કમાવાય તે વિશે નો પાઠ ભણાવ્યો હતો. ખાસ કરીને જણાવી દઈએ કે મોબાઇલ ચોરી કરતા પકડાયેલ સાફ કરાવ્યા પછી, આ મહિલા ચોરને પોલીસના હવાલે કરવામાં આવી હતી અને આ અંગે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ ખૂબ જ વાયરલથઇ રહ્યો છે.
ખાસ વાત તો એ છે કે સુરતની અંદર આવેલા લિંબાયત વિસ્તારની અંદર રહેતી સબાના નામની આ મહિલા પોતાના ગેંગની સાથે રીક્ષા ની અંદર બેસીને ઘણા મુસાફરો માટે ને પોતાના શિકાર બનાવતી હતી. આ ઉપરાંત આ મહિલાએ પોતાની અંદર સાજીદ નામનો એ વ્યક્તિ પણ સામેલ હોવાની પોલીસ કબૂલાત કરી હતી. તેમજ આ બેન રીક્ષા ની અંદર બેઠેલા મુસાફરોની નજર ચૂકવીને તેના માલસામાનની અંદર હાથ નાખતા હતા અને મોબાઇલની ચોરી કરી નાખતા હતા.