ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે સિરીઝ રમી રહી હતી. આ સિરીઝમાં ભારતીય ટીમને કારમી હાર મળી છે. હવે આવતીકાલથી બે મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે તે પ્રથમ ટેસ્ટ મેચ માંથી બહાર થયો છે. આવા કારણોસર પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રાહુલની આગેવાની હેઠળ ભારતીય ટીમ આવતીકાલે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચવા માટે હવે પછીની બધી મેચો જીતવી જરૂરી છે. જેથી રાહુલ મજબૂત ટીમ સાથે મેદાને જોવા મળી શકે છે પરંતુ હાલમાં એક ખરાબ અને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગુજરાતી ખેલાડી હજુ સુધી બાંગ્લાદેશ પહોંચી શક્યો નથી તેવા રિપોર્ટ સામે આવ્યા છે.
ઘણા લાંબા સમય બાદ આ ગુજરાતી ખેલાડીને બાંગ્લાદેશ પ્રવાસ પર સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ વિઝાની પ્રોસેસના કારણે હજુ સુધી તે ગુજરાતમાં જ રહ્યો છે. તે બાંગ્લાદેશ આવી શક્યો નથી. તે પ્રથમ ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે નહીં. આ ખૂબ ખરાબ અને ચોંકાવનારા સમાચાર ગણી શકાય છે. તો ચાલો જાણીએ આ ગુજરાતી ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. તે ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો પરંતુ હાલમાં એક નિરાશા જનક સમાચાર સામે આવ્યા છે. તે હજુ સુધી બાંગ્લાદેશ પહોંચ્યો નથી. વિઝાની સમસ્યાના કારણે તે લેટ થયો છે. આવા કારણોસર પ્રથમ ટેસ્ટ મેચમાં તે જોવા મળશે નહીં. તેના માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય છે.જયદેવ ઉનડકટ હાલમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો.
તેણે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરીને ટીમને ટ્રોફી જીતાડી હતી. આ ઉપરાંત તે બોલિંગમાં પણ ધારદાર રમત બતાવતો હતો. આવા કારણોસર તેને ટીમ ઇન્ડિયામાં તાત્કાલિક સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તે બાંગ્લાદેશ આવ્યો નથી. હાલમાં તે ગુજરાતના રાજકોટ જિલ્લામાં જોવા મળ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ એક તરફ ટીમ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ ઘણી જ મુશ્કેલીઓ સામે આવી રહી છે. અત્યાર સુધી રોહિત, શમી અને જાડેજા જેવા ઘણા ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે. ભારતીય ટીમ આગામી સમયમાં મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવશે. બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઘર આંગણે શ્રીલંકા સામે સિરીઝ રમવાની છે.