ગર્ભવતી મહિલાઓને તેમને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ જેમ કે લીલા શાકભાજી અને ફાળો ખાવા જોઈએ જેથી તેમને સંતુષ્ટ આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે. આનાથી ગર્ભવતી મહિલા તંદુરષ્ઠ રહે છે અને તેના બાળકના વિકાસ માં પણ મદદરૂપ થાય છે. અમે એક એવા ફળ વિષે વાત કરવાના છીએ કે જે તમને અને તમારા ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
દાડમ માં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા હોય છે. દાડમમાં વિટામિન A , C , K , વિટામિન બી કોપ્લેક્સ, ફોલિક એસિડ, પોટેશિયમ, વગેરે પ્રકારના પોષકતત્વો રહેતા હોય છે. મહિલા જયારે ગર્ભવતી હોય છે ત્યારે તે દાડમનો રસ રોજ પીવાથી ગર્ભમાં રહેલા બાળકના શારીરિક અને માનસિક વિકાસ સારો બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.
જયારે તમે ગર્ભવતી હોવ ત્યારે તમને શરૂઆતથી જ પ્રોબ્લમ થાય છે જેવા કે ગેસ, કપ, પાચન માં પ્રોબ્લમ વગેરે જેવી તકલીફો થાય છે જે શરૂઆતમાં તો વધારે કઈ ખબર પડતી નથી પરંતુ ધીમે ધીમે તે પ્રોબ્લમ વધતો જાય છે જેથી ડોક્ટરની સલાહ લેવી પડે છે. આ બધી તકલીફોના કારણે પછી તમને વોમેટિંગ, ચક્કર, પેટ ભરેલું ભરેલું લાગે ખાવાની ઈચ્છા ના થાય આવી બધી તકલીફો થવા લાગે છે. પરંતુ જયારે તમે તમે ગર્ભવતી હોવ ત્યારે જો તમે નિયમિત દાડમ ખાઓ કે તેનો જ્યુસ પીવો તો પણ તે ખુબજ ફાયદા કારક સાબિત થાય છે.
દાડમમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી પેટની સમસ્યા દૂર થાય છે. ગણી મહિલાઓને ગર્ભવતી હોય ત્યારે તેમને આયર્ન ની કમી હોય છે તેના કારણે અમેમિયાની કમી થાય છે. તેના કારણે તમારે ડીલેવરી ના ટાઈમે ખુબ પરેશાનીનો સામનો કરવો પડે છે. અને સાથે સાથે બાળક ના વિકાસમાં પણ પ્રોબ્લમ થાય છે.
દાડમમાં આર્યન નું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે જેથી ગર્ભવતી મહિલાના શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. તે આર્યનની કમીને પુરી પાડે છે. જો દાડમ ગર્ભવતી મહિલા ખાય તો તેને ડિલેવરી ના સમયે પણ ઓછી તકલીફ પડે છે. દાડમ ખાવા થી લોહીની તકલીફ પણ દૂર થાય છે. દાડમ ખાવાથી ખુબ સારા ફાયદા થાય છે.