કોઈ પણ વ્યક્તિ હોય તેની માટે લગ્ન એ એવો ખાસ અવસર ગણાતો હોય છે કે તે દિવસને સપેશીયલ બનાવવા માટે વર અને કન્યા બંને બહુ જ તૈયારી કરતાં હોય છે અને પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અનેક પ્રકારના અલગ અલગ કામકાજ કરતાં હોય છે. અત્યારે લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક પ્રકારના રિવાજો અનુસાર અલગ અલગ લગ્ન આપણે જોતાં હોઈએ છીયે.
ત્યારે એક અનોખા લગ્ન જયપુર થી સામે આવી રહ્યા છે કે જેમાં એક યુવતીએ ભગવાન ઠાકોરજી સાથે લગ્ન કર્યાની વાત સામે આવી છે.30 વર્ષની પુજા સિંહ એ ગામના એક મંદિર માં વિરાજમાન ભગવાન ઠાકોરજી સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન 8 ડિસેમ્બર ના રોજ થયા હતા. લગ્ન પછી પૂજા પોતાના ઘરે જ રહે છે અને સાથે જ ઠાકોરજીના ઘરે રહે છે.
પૂજા રોજ સવારે તેમના માટે પ્રસાદ બનાવે છે અને પોશાક પણ બનાવે છે અને રોજ સાંજે દર્શન કરવા પણ જાય છે. આ અનોખા લગ્ન અંગે પૂજા અજણાવે છે કે મારી ઉમર 30 વર્ષ ની થઈ ગઈ છે આમ તો કોઈ પણ છોકરીઓના લગ્ન 20- 25 ની ઉમરમાં થઈ જતાં હોય છે.મારા ઘરે પણ આ અંગેની વાતો શરૂ થઈ ગઈ હતી અનેમારા માટે પણ સબંધો આવવા લાગ્યા હતા,લોકો મારા મમ્મી પાપા ને કહેતા કે દીકરીના હવે તો લગ્ન કરાવી દો. પરંતુ મારુ મન માનતું નહોતું.,
મે નાનપણ થી જ જોયું હતું કે બહુ જ નાની નાની વાતો માં પતિ પત્ની બંને ઝગડો કરવા લાગે છે. અને આમ વિવાદો માં જ તેમની જીવન પૂરું થઈ જાય છે. એમાં પણ મહિલાઓ એ બહુ જ ખરાબ પરિસ્થિતી માથી પસાર થવું પડે છે. અને મોટી થતાં થતાં જે નિર્ણય કરી લીધો કે હું લગ્ન નહીં કરું. કોલેજ કર્યા પછી જ મારા માટે રિષતાઓ આવવા લાગ્યા હતા.મમી પાપા પણ સબંધીઓને કહેતા કે કોઈ સારો છોકરો હોય તો આના માટે કહેજો.
અને ઘરમાં એવી વાતો થવા લાગી કે હવે દીકરી મોટી થઈ ગઈ , ક્યાં સુધી કૂવારી રાખશો. હવે લગ્ન કરાવી આપો. અને આમ પરેશાનીવધવા લાગી. પરંતુ પૂજા તેના મમી પાપા ને કહી દીધું હતું કે હું લગ્ન નહીં કરું. પરંતુ આ આટલું સરળ નહોતું. તેઓ આમ જ કહેતા કે તારા લગ્ન ની ઉમર થઈ ગઈ છે હવે લગ્ન કરી લેવા જોઇયે. વચ્ચે તો થોડા છોકરા વાળાઓ જોવા પણ આવ્યા હતા. એક બે વાર તો જેમ તેમ કરી સબંધ ના થયો.
પરંતુ જ્યારે વારંવાર છોકરાવાળા ઑ જોવા આવવા લાગ્યા ત્યારે એકવાર મે છોકરા વાળા ને જ હાથ જોડી ને ના કહી દીધી અને મારી ઇચ્છા જણાવી દીધી.પુજાએ તુલસી વિવાહ અંગે સાંભળી રાખ્યું હતું અને તેને એકવાર પોતાના નાની ના ઘરે પણ જોયા હતા. અને વિચાર્યું કે જ્યારે ઠાકોરજી તુલસી માં સાથે લગ્ન કરી શકે તો હું કેમ ઠાકોરજી સાથે લગ્ન ના કરી શકું. અને આ વિષે મે પંજીત જી ને પૂછ્યું તો તેઓ એ પણ કહ્યું કે આ શક્ય છે. જેના પછી મે મારી માતા સાથે
વાત કરી શરૂઆતમાં તો તેઓ એ પણ કહ્યું કે આમ કઈ રીઓતે બને. પરંતુ પછી તેઓ માની ગ્યાં. જ્યારે આ વાત પિતાને જણાવી તો તેઓ નારાજ થઈ ગ્યાં અને સ્પષ્ટ ના કહી દીધી. નારાજગી ના કારને પિતા આ અંગે માન્યા નહીં.ઘણા લોકોએ આ લગ્ન માટે સપોર્ટ કર્યો તો ઘણા લોકોએ મજાક પણ બનાવ્યો. પરંતુ મને ચિંતા નહોતી. 2 વર્ષથી હું આ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ અંતે આ શક્ય બન્યું અને મે પરમેશ્વર ને જ મારા પતિ બનાવી દીધા. લોકો કહેતા હતા કે સુહાગન હોવું છોકરી માટે બહુ જ સૌભાગ્ય ની વાત કહેવાય છે.
એમાં પણ ભગવાન તો અમર હોય છે અને આથી હવે હું પણ હમેશા માટે સુહાગન બની ગઈ. 30 વર્ષની ઉમર ધરાવતી પૂજા સિંહ એ પોલિટિક્સ સાઇન્સ માં એમએ કર્યું છે. જ્યારે પિતા બીએસએફ માં નિવૃત થયા છે.અને એમપી માં સિક્યોરિટી એજન્સી ચલાવે છે. જ્યારે માતા રતન કંવર ગૃહિણી છે. પૂજાના પરિવારમાં નાના ત્રણ
ભાઈઓ પણ છે જેમનું નામ અંશુમાન સિંહ, યુવરાજસિંહ અને શિવરાજ સિંહ છે. આ ત્રણેય કોલેજ અને સ્કૂલમાં ભ્યાસ કરે છે. આમ પુજાએ ઠાકોરજી સાથે લગ્ન કરવાનો નિર્ણય પોતાનો હતો. શરૂઆત માં સામાજ, સબંધીઓ અને પરિવારના લોકોએ આ આ માટે ના કહી હતી પરંતુ માતા એ દીકરીની ઇચ્છાનું માન રાખીને આ અંગે સહમતી આપી દીધી હતી.
પિતા અંગે પહેલા પણ રાજી નહોતા અને આજે પણ રાજી આથી આથી તેઓ લગ્ન માં પણ નહોતા સામેલ થયા અને આમ લગ્નમાં તમામ રીત રસમો માતાએ પૂરું કરી હતી. દૈનિક ભાસ્કરે જ્યારે તેઓએ આ નોખા લગ્ન અંગે પૂછ્યું તો બોલતા બોલતા તેમની આંખ ભરાઈ આવી. અને બોલ્યા કે પાપા નથી આવ્યા એ વાત નું મને બહુ જ દુખ છે પરંતુ આ લગ્ન થી હું બહુ જ ખુશ છું. કેમકે ઘર પરિવાર અને સમાજમાં મે જે કઈ પણ જોયું છે તેના પછી હું લગ્ન કરવા જ નહોતી માંગતી. પરંતુ જ્યારે લોકોએ આ વિષે મેળાટોળા મારવાનું શરૂ કર્યું તો હું કૂવારી ના કહેવાવ આથી મે આ નિર્ણય લીધો.