સરકાર ની આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો પ્લાસ્ટિકનું ડ્રમ-ટબ ફ્રી લેવા અરજી કરી શકાશે જાણો તેની અરજી કરવા માટે ની માહિતી॰

Uncategorized

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ પ્લાસ્ટી ટબ ની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકાર ની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિક નું ડ્રમ અને ટબ વિનામૂલ્યે મેળવવા રાજ્ય ના ખેડૂતોએ આઈ – ખેડૂત પોર્ટલ પરથી તા. ૩૧/૦૮/૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહશે તેમ ખેતી નિયામક ની યાદીમાં જણાવ્યું છે.
આ યોજના અંતર્ગત આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ પાત્રતા ધરાવતા રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લીટરનું પ્લાસ્ટીક ડ્રમ અને ૧૦ લીટરના પ્લાસ્ટીકના ટબનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પાત્રતા ધરાવતા દિવ્યાંગ ખેડૂતો અને મહિલા ખેડૂતોની અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે.
સરકારે જણાવ્યું હતું કે, આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સહી/અંગુઠો કરી, લાગુ પડતા આધારો સાથે ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી (ખેતી)/તાલુકા અમલીકરણ અધિકારીની કચેરીને અરજી કર્યાના સાત દિવસમાં મોકલી આપવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત ખાતાના કિસ્સામાં એક ખાતા દીઠ એક જ ખેડૂતને તથા એકથી વધુ ખાતાના કિસ્સામાં એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે લાભ મળવાપાત્ર થશે તેમ ખેતી નિયામકની કચેરીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *