કોઈ પણ ધર્મમાં દાનનું અધિક મહત્વ રહેલું છે દાનથી મોટું કોઈ પુણ્ય નથી તેમ માનવામાં આવે છે. દાન કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. દાણ કરવાથી મન શાંત રહે છે અને ઘણા દોષો દૂર થતા હોય છે. પરંતુ કેટલીક વસ્તુ એવી છે જેનું દાણ કરવાથી અશુભ ફળ મળે છે.
અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદા કરતા નુકશાન થાય છે. શાસ્ત્રોમાં જણવ્યું છે કે જેનું દાન કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે પ્લાસ્ટિકની વસ્તુનું દાણ કરો છો તો તે અશુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓનું દાણ કરવાથી પ્રગતિમાં રુકાવટ આવતી હોય છે. આ વસ્તુનું દાણ કરવાથી ધંધામાં નુકશાનીઓનો સામનો કરવો પડતો હોય છે.
સાવરણી એ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ છે. શાસ્ત્રોમાં સાવરણીના દાનને નુકશાનકારક બતાવવામાં આવ્યું છે. જો તમે સાવરણીને દાનમાં આપો છો તો માં લક્ષ્મી નિરાશ થાય છે. સાથે ઘર પરિવારમાં અને ધંધામાં તેની ખરાબ અસર દેખાય છે. એટલે સાવરણીનું દાણ ન કરવું જોઈએ.
ક્યારેક આપણે અજાણતા સ્ટીલના વાસણ દાનમાં આપતા હોઈએ છીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને અશુભ કહેવાય છે. જો તમે આમ કરો છો તો ઘરની શુખ શાંતિ ભંગ થાય છે અને લડાઈ ઝગડા વધવા લાગે છે. માટે સ્ટીલના વાસણ દાણ કરતા હોવ તો એક વાર વિચારજો.
તેલનું દાણ કરવું શુભ માનવામાં આવે છે પણ અમુક લોકો ઉપયોગ કરેલા તેલને દાનમાં આપતા હોય છે. જો આમ કરવામાં આવે તો અશુભ ફળની તૈયારી રાખજો. શનિગ્રહની શાંતિ માટે તેલનું દાણ કરવું જોઈએ પણ જો તમે વાપરેલા તેલનું દાણ કરો છો તો શનિદેવ નારાજ થાય છે. ઘરનું વાતાવરણ ડોહરાઈ જાય છે.
મોટેભાગે લોકો જુના કપડાં કોઈને કોઈને આપતા હોય છે. તેને તમે કોઈ ગરીબને આપી શકો છે પણ તેને દાણ સ્વરૂપે નહીં આપવા જોઈએ. બીજું કે કોઈ પંડિતને જુના કપડાં ન આપવા જોઈએ. આમ કરવાથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે.
અણીદાર વસ્તુઓ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ જેવી કે ચપ્પુ, કાતર કે તલવાર જેવી વસ્તુઓ ન આપવી જોઈએ. અણીદાર વસ્તુનું દાણ કરવાથી સુખ સમૃદ્ધિ માં વિરામ આવશે. ઘરના સભ્યો વચ્ચે તનાવ ઉભો થાય છે.
આપણા વડીલો કહેતા આવ્યા છે કે ભૂખ્યાને ભોજન કરાવું ઉત્તમ ગણાય છે પણ કોઈ ને વાસી ખોરાક આપવો તે પરિવાર માટે મુસીબત ઉભી કરી શકે છે. આમ કરવાથી ઘરમાં કોઈ મોટો વિવાદ ઉભો થઇ શકે છે. આટલી વસ્તુઓનું દાન કરતા પહેલા ધ્યાન રાખજો.
આ લેખ વાંચીને તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનોને મોકલજો.