રોજગારીની શોધમાં છો તો આ કંપની પર ધ્યાન રાખજો, અમદાવાદ-સુરતમાં મોટાપાયે ઓપરેશન, ઘણી નોકરી માટે ની જગયાઓ પાડવાની સંભાવના.

Uncategorized

ઈ – કોમર્સના માધ્યમ થી ગુજરાતના ૧.૩૦ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નોકરી આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. એકમાત્ર ફ્લિપકાર્ટ એવું માધ્યમ બનવા જઈ રહ્યું છે કે જે ટૂંક સમય માં રાજ્યમાં ૫૦૦૦ નોકરીઓ અને ૩૫૦૦૦થી વધુ વેપારીઓ ને રાષ્ટીય કક્ષાનું બજાર પૂરું પાડશે.


આ કંપનીએ અમદાવાદ અને સુરતમાં પાંચ લાખ ચોરસફુટ જગ્યા લીધી છે અને તેમાં રોજગારી ઉભી કરશે તેમજ વેપારીઓના સંપર્કો કરાશે. ફ્લિપકાર્ટના ૫૨% ગ્રાહકો મોટા શહેરોમાંથી આવે છે. ગુજરાતના વેપારીઓને રાષ્ટ્રીયકક્ષાનું બજાર મળશે. આવનારા બે થી ત્રણ વર્ષમાં ફ્લિપકાર્ટ રાજ્યમાં ૧.૩૦ લાખ સ્થાનિક નોકરીઓ અને વ્યાપારી ચેઇન ઉભી કરશે.


ઉદ્યોગ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ઇકોમર્સ સમગ્ર ભારતના ગ્રાહકોને સ્થાનિક વેચાણકર્તા ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાજ્યમાં ફ્લિપકાર્ટની પુરવઠા ચેઇનનું વિસ્તરણ થયું છે અને રાજ્યના બે મોટા શહેરો, અમદાવાદ તેમજ સુરતમાં તે સ્થાપિત થઇ છે તેથી રોજગારીની તકો ખૂલશે તેમજ કોરોના સંક્રમણના સમયમાં નાના નાના વેપારીઓની આર્થિક હાલત બગડી છે તે સુધરી જશે.


ફ્લિપકાર્ટે પશ્ચિમના ગ્રાહકો માટે ઇ-કોમર્સની સાથે એપમાં ૧૧ ભારતીય ભાષાનો સમાવેશ કર્યો છે, જેમાં હિન્દી, ગુજરાતી, મરાઠી સહિતની અન્ય મુખ્ય ભારતીય ભાષા પણ સામેલ છે. એટલે કે ગામડાનો અબૂધ વ્યક્તિ પણ ગુજરાતીમાં લખીને એપ્લિકેશનના માધ્યમથી તેને ગમતી કોઇપણ ચીજવસ્તુ ફ્લિપકાર્ટના માધ્યમથી મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *