ભારતની આ 10 જગ્યાઓ જોઈને આંખો પહોળી થઇ જશે, એકદમ વિદેશ જેવો નજારો

Uncategorized

હનીમૂન હોય કે પછી મિત્રો સાથેની મોજ-મસ્તી, દરેક વ્યક્તિના જીવનમાં એકવાર વિદેશ જવાનું સપનું જરૂર હોય છે, પરંતુ પૈસા અને સમયના અભાવના કારણે મોટાભાગના લોકોનું આ સપનું અધૂરું રહી જાય છે. શું તમે જાણો છો કે ભારતમાં એવી જગ્યાઓ છે કે જે એકદમ વિદેશ સાથે મળતી આવે છે. આ જગ્યાઓની એફોર્ડેબલ ટ્રીપ તમને ન માત્ર વિદેશમાં રહેવાનો અનુભવ કારવશે, પરંતુ જિંદગીની સૌથી સુંદર પળો જીવવાના અવસર પણ આપશે.

શ્રીનગર-એમ્સટરડેમ: પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં જાણીતું શ્રીનગરની ઘણી જગ્યાએ નેધરલેન્ડની રાજધાની એમ્સટરડેમ સાથે મળતું આવે છે. અહીંના સુંદર બગીચા, ફૂલ શાંત વાતાવરણ મંત્રમુગ્ધ કરી દેનારો નજારો તમને એમ્સટરડેમની યાદ આપવી દેશે.

ગુલમર્ગ-સ્વિટઝરલેન્ડ: કાશ્મીર સ્થિત ગુલમર્ગને ભારતનું સ્વિટઝરલેન્ડ કહેવામાં આવે છે. આ જગ્યા હનીમૂન પર જનારા કપલ્સ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. બરફની ચાદર ઓઢેલા ગુલમર્ગના શ્વેત પર્વત એકદમ સ્વિટઝરલેન્ડ જેવા લાગે છે.

અંદામાન-નિકોબાર-થાઈલેન્ડ: ભારતમાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવા માટે અંદામાન-નિકોબાર પણ એક ખૂબ જ સુંદર જગ્યા છે. તમને જાણીને હેરાની થશે કે અંદામાન-નિકોબારનો નજારો થાઈલેન્ડની ફાઈ-ફાઈ આઇલેન્ડનો કાર્બન કોપી છે. અહીં તમે સ્કૂબ ડાઇવિંગ, સર્ફિંગ, યાચિંગ અને સનોર્કલિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝનો લુપ્ત ઉઠાવી શકશો.

કેરળ-ઈટાલી: કેરળ સ્થિત અલાપૂઝા શહેર ઈટાલીના વેનિસની યાદ અપાવે છે. પાણી પર તરતા શિકારોથી હરિયાળીવાળા કિનારાનો નજારો અને વત્તખોનું ઝુંડ તમને વેનિસ લઈ જશે. અહીંની સુંદરતા વચ્ચે વિતાવેલી પળો તમે જીંદગીભર ભૂલી શકશો નહીં.

છત્તીસગઢ-કેનેડા: ભારતના છત્તીસગઢમાં આવેલા ચિત્રકૂટ ફોલ્સને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. શું તમે જાણો છો કે આ ઝરણાંનો નજારો એકદમ કેનેડાના નિયોગ્રા ફોલ જેવો છે. આ ઝરણાંની ઊંચાઈ લગભગ 95 ફૂટ છે અને તે ભારતનું સૌથી પહોળું ઝરણું છે. જુલાઈથી ઓક્ટોબર વચ્ચે અહીં જવાનો સૌથી સારો સમય છે.

કર્ણાટક-સ્કોટલેન્ડ: ભારતના પશ્વિમી ઘાટમાં સ્થિત પહાડીઓ સ્કોટલેન્ડના પર્વતોની યાદ અપાવે છે. કહેવામાં આવે છે કે કર્ણાટકના કુર્ગનો નજારો એકદમ સ્કોટલેન્ડ જેવો છે. જો તમને વરસાદ પસંદ છે તો તમને જણાવી દઇએ કે આ જગ્યાએ સૌથી વધારે રેનફોલ થાય છે. ઓક્ટોબરથી મે મહિના વચ્ચે સૌથી વધારે પર્યટકો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *