અન્ડરવોટર રેલવે:- તમે ટ્રેન તો ઘણી જોઈ હશે અને ગણી ટ્રેનમાં બેઠા પણ હસો પણ આવી ટ્રેન તમે ક્યારે પણ જોઈ ના હોય. દુબઈ માં થોડા જ સમયમાં એક એવી ટ્રેન બનવા જઈ રહી છે જે પાણીની અંદર થઈને પસાર થશે. આવી ટ્રેનમાં લોકોને મુસાફરી કરવાની કઈક અલગ જ મજા આવશે. આવી ટ્રેન સૌપ્રથમ દુબઈમાં બનવા જઈ રહી છે. આ ટ્રેનને લઈને ત્યાંના લોકોમાં ખુબ ઉત્સુકતા છે.
સોનન મોનોરેલ :- આ ટ્રેન ટ્રેક ની ઉપર નહિ પરંતુ ટ્રેકની નીચે થઈને જાય છે. જે જોવામાં ખુબ સુંદર નજારો લાગે છે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે થોડી જગ્યા માંથી અને ડુંગરા માંથી પણ સરળતા થી નીકળી શકે. આવી ટ્રેનમાં મુસાફરી કરવાની કઈક અલગ જ મજા હોય છે. જે નોર્મલ જગ્યામાંથી નથી નીકળી સકતી તે નીકળી શકશે.
જે આર મેંગલેવ :- આ ટ્રેનનું નામ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે છે કે કેમકે આ દુનિયાની સૌથી ઝડપી ચાલવા વાળી ટ્રેન છે આ ટ્રેનની ઝડપ ૨:૩૦ મિનિટમાં ૬૦૦ કિલોમીટર પર કલાક સ્પીડથી ગિનિસ બુકમાં રેકોર્ડ છે.આ ટ્રેન એવી પણ સુવિધા છે કે ટ્રેનમાં એક સ્ક્રીન પણ છે જેમાં તમે ટ્રેનની સ્પીડ અને ટ્રેન ક્યાં પહોંચી છે તે બધું જોઈ શકો છો. આ ટ્રેન ને વિમાન જેવી ડિઝાઈન કરવામાં આવી છે.
ધ ઘન :- પેસેન્જર માટે આ ઓસ્ટ્રેલિયાની સૌથી લાંબી ટ્રેન છે. આ ટ્રેન 2004માં બનાવવામાં આવી હતી જે અમીર લોકો માટે બનાવવામાં આવી હતી. આ ટ્રેન માં હોટેલ જેવા તો રૂમ હોય છે એવું લાગે કે જાણે હોટેલ માં બેઠા હોય. આ ટ્રેન ની લંબાઈ એટલી મોટી છે કે ફાટક પર થી આ ટ્રેન જતી હોય તો ફાટક ઉપર લોકોને 20 મિનિટ સુધી ઊભા રહેવું પડે છે.