ઉત્તરાખંડમાં આવેલા હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર ૧૨ જ્યોતિલિંગમાં શામેલ હોવાની સાથે સાથે ચાર ધામ અને પાંચ કેદાર માંથી પણ એક છે. ત્યાં ખરાબ હવામાનના કારણે તે એપ્રિલ થી નવેમ્બરમાં જ ખુલે છે. એવું કહેવામાં આવે છે કે તે મંદિરનું નિર્માણ પાંડવ વંશના રાજા જન્મજયે કરાવ્યું હતું. ત્યાં આવેલું શંભુ શિવલિંગ ખુબ પ્રાચીન છે.
એવું કહેવામાં આવે છે તે આઠમી સદીમાં આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જૂન ૨૦૧૩ માં ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યમાં અચાનક આવેલ પૂર અને ભૂસ્ખલનના કારણે સૌથી વધુ કેદારનાથ પ્રભાવી રહ્યું હતું. આ મંદિરનો મુખ્ય ભાગ અને ઘુમ્મટ સુરક્ષિત રહ્યા હતા. પરંતુ મંદિરનો પ્રવેશદ્વાર અને તેની આસપાસનો વિસ્તાર ગંભીર રીતે વેર વિખેર થઇ ગયો હતો.
કેદારનાથ મંદિર સમુદ્રના તટથી ૧૧,૭૫૫ ફૂટ જેટલી ઊંચાઈ પર છે. તો દોસ્તો જાણો કે કેવી રીતે ૪૦૦ વર્ષ સુધી કેદારનાથ મંદિર બરફમાં દબાયેલું રહ્યું અને તેની આ મંદિર પર શું અસર પડી તેના વિશે વિશેષ જાણો.
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કેદારનાથ મંદિર ૪૦૦ વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું હતું તેમ છતાં પણ આ મંદિરને કઈ આંચ પણ નહોતી આવી. આથી ૨૦૧૩માં આવેલા જળ પ્રલયમાં મંદિર સુરક્ષિત રહ્યું હોવા છતાં પણ વૈજ્ઞાનિકોને કોઈ નવાઈ નહોતી લાગી. દહેરાદૂનના વાડિયા ઇન્સ્ટિટ્યૂટના હિમાલિયન જીયોલોજિકલ વૈજ્ઞાનિક વિજય જોશીએ જણાવ્યું હતું કે ૪૦૦ વર્ષ સુધી કેદારનાથ મંદિર બરફમાં દબાયેલું હતું તેમ છતાં પણ આ મંદિર બિલકુલ સુરક્ષિત રહ્યું.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જયારે બરફ દૂર થયો ત્યારે તેના નિશાન મંદિરમાં હાજર હતા. પછી વૈજ્ઞાનિકોએ તેના પર સ્ટડી કરી પછી જાણવા મર્યું કે આ મંદિર ૪૦૦ વર્ષ સુધી બરફમાં દબાયેલું હતું. તે સમયે એક નેનો હિમયુગ પણ આવ્યો હતો. જેમાં હિમાલયનો એક ભાગ બરફમાં દબાઈ ગયો હતો. પહેલા એવું લાગતું હતું કે મંદિર ગ્લેશિયરમાં છે પરંતુ બરફની અંદર હતું.
સાયન્સ કહે છે કે આવી જગ્યાએ મંદિર બનાવવું એ કારીગરીનો એક ઉત્તમ નમૂનો છે. આ મંદિરને ખુબ જ જીણવટતાપૂર્વક બનાવવામાં આવ્યું છે. ગમે તેવી આપત્તિ આવે આ મંદિરને કોઈ નુકશાન પહોંચતું નથી. તે મંદિરની દીવાલો ખુબ મજબૂત પથ્થરોમાંથી બનાવવામાં આવી છે. પરંતુ આટલી ઊંચાઈ પર આટલા ભારે પથ્થરો કેવી રીતે લઇ ગયા હશે અને મંદિર બનાવ્યું હશે તેનો કોઈ અંદાજો લગાવી શક્યું નથી.