તો મિત્રો આપણા દરેક ઘરમાં એક નાનું મંદિર આવેલું હોય છે.હિન્દૂ ધર્મ મંદિરને ખુબ મહત્વ આપવામાં આવે છે. જે ઘરમાં મંદિર હોય તેવા ઘરમાં નકારત્મક ઉર્જાનો વાસ થતો નથી મંદિર માં રહેલા ભગવાનની રોજ પૂજા કરવામાં આવેતો ઘમાં સુખ શાંતિ આવે છે.વાસ્તુમાં મંદિર વિષે ઘણું કહેવામાં આવ્યું જેમકે તેને કઈ દિશામાં મૂકવું તેના અંદર શું રાખવું આ બધી વસ્તુની માહિતી હોવી ખુબ જરૂરી છે.ઘણા લોકોને મંદિરના નિયમોની ખબર હોતી નથી આજે હું તમને વાસ્તુશાસ્ત્રમાં બતાવામાં આવેલા નિયમોની જાણકારી આપીશ
વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે પૂજા ઘરમાં એક ભગવાનનો એક જ ફોટો કે મૂર્તિ મુકવી જોઈએ એક ભગવાનના બે ફોટો મુકવા ખુબ અશુભ માનવામાં આવે છે.જો તમે એક ફોટો મૂકશે તો ભગવાન અશ્રિવાદ તમને પ્રપ્ત થશે તેને ખુબ લાભદાયક માનવામાં આવે છે.મંદિરની અંદર ભગવાના ફોટો મુકવો ઘણા લોકો પોતાના પૂર્વજના ફોટા મુકતા હોય છે.આવી ભૂલ કઈ દિવસ કરવી નહીં તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.
ઘણા લોકોના ઘરમાં મંદિર સીડીના નીચે રાખતા હોય છે.સીડીના નીચે મંદિર રાખવું એક ખુબ મોટી ભૂલ છે. તેમ કરવાથી ઘરમાં ઝગડા થાય છે. ઘમાં ગરીબી આવે છે. આવા ઘરમાં દેવી દેવતા રહેતા નથી તેથી મંદિરને યોગ્ય જગ્યાએ મૂકવું ખુબ જરૂરી છે.મંદિરને દક્ષિણ દિશા તરફ મૂકવું જોઈએ નહીં કારણ કે દક્ષિણ દિશા તરફ નકારત્મક ઉર્જાનો વાસ વધુ રહેલો હોય છે.માટે દક્ષિણ તરફ મંદિર મૂકવું જોઈએ નહીં
આપણા પૂર્વજોના ફોટા દક્ષિણ દિશાની દીવાલ ઉપર લાગવા જોઈએ કારણ કે તે દિશા તેમના માટે શુભ માનવામાં આવે છે.ઘણા લોકો મંદિરના ઉપર સામાન મુકતા હોય છે તેને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.સમાન મુકવાથી લક્ષમી દેવી નારાજ થઇ શકે છે. પૂજા ઘરની ઉપર કોઈ વસ્તુ મુકવી નહીં
મંદિર ને કાળા રંગથી રંગવું જોઈએ નહીં તેને સફેદ રંગથી રંગવું જેઓએ કારણ કે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે પૂજા ઘરમાં કચરો ભેગો થવા દેવો જોઈએ નહીં પૂજા ઘરને રોજ સાફ કરવું જોઈએ તેની નિયમિત પૂજા કરવી જોઈએ