આપણા હિન્દૂ ધર્મ સ્ત્રીઓ વિષે ઘણી વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ ખાસ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવી દેવતા રહેવાનું પસન્દ કરે છે. કારણ કે સ્ત્રીને હિન્દૂ ધર્મમાં લક્ષ્મી દેવીનો અવતાર માનવામાં આવે છે. તેથી કોઈ પણ ધાર્મિક કાર્ય શરુ કરતા પહેલા સ્ત્રીની હાજરી જરૂરી માનવામાં આવે છે.
હિન્દૂ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓના શરીર પર બનેલા નિશાનો પરથી જાણી શકાય છે કે આ સ્ત્રી ભાગ્યશાળી છે. સ્ત્રીના અંગો પરથી જાણી શકાય છે કે તે સ્ત્રી તેમના પરિવાર માટે કેટલી નસીબદર છે. કેટલાક ઘરોમાં બાળકી ના જન્મથી તેમનું ઘર સુખમય થઇ જતું હોય છે અને તે પરિવાર આખું નસીબ પલટાઈ જાય છે.
મિત્રો, આજે તમને મહિલાઓના શરીર સાથે જોડાયેલા કેટલાક વિશેષ અંગો વિષે જાણીશું. જેના કારણે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધતી હોય છે. તેઓને ખુબ નસીબદાર માનવામાં આવે છે. અમુક સ્ત્રીઓમાં તમને તેમના અંગો સામાન્ય કરતા મોટા જોવા મળતા હશે તેવી મહિલાઓ દેખાવમાં તો સુંદર લાગતી જ હોય છે. પણ તેવી મહિલાઓ તેમના પરિવાર માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આપણે જાણીએ કે સ્ત્રીનું કયું અંગ નસીબદાર માનવામાં આવે છે.
મોટી આંખ : જે મહિલાઓની આંખો મોટી હોય છે તે તેમના પતિ પર હંમેશા વિશ્વાસ કરતી હોય છે અને તેમને ખુબ પ્રેમ કરે છે. આવી જે સ્ત્રીઓ જે ઘરમાં જાય છે તે ઘરમાં ધનનો વરસાદ થાય છે. તેવી પત્ની ક્યારેય પતિ ને દગો નથી આપતી.
લાંબી આંગળી : લાંબી આંગળી વારી મહિલાઓની મગજ ચાણક્ય જેવું હોય છે તેઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે. તેવી સ્ત્રીને વાંચવા લખવામાં વધુ મજા આવતી હોય છે. તેમની જોડે પૈસા કેવી રીતે વધારવા તેવા ગુણ હોય છે. તેમની પાસે રહેલ પૈસા ક્યારેય નકામા નથી જતા. લાંબી આંગળી વારી મહિલા ક્યારેય પૈસા ખોટી રીતે ગુમાવતી નથી. તેવી સ્ત્રીઓ તેમના પતિને ક્યારેય નિરાશ થવા દેતી નથી.
લાબું નાક : લાબું નાક ધરાવતી સ્ત્રી સ્વભાવે શાંત હોય છે. આવી સ્ત્રી કોઈ પણ સમસ્યાને શાંતિથી ઉકેલ લાવવામાં માને છે. આવી સ્ત્રીઓ પૈસા ખર્ચતી હોય છે પણ તેમના ખર્ચેલા પૈસા ક્યારેય નકામા જતા નથી.
લાંબી ગરદન : આપણા ઋષિ મુનિઓ એવું માને છે કે જે સ્ત્રીની ગરદન લાંબી હોય તે ખુબ નસીબદાર હોય છે. જે ઘરમાં લાંબી ગરદન વારી સ્ત્રી હશે તે ઘરમાં ખુશી જોવા મળતી હોય છે જેનું કારણ તેમનો સ્વભાવ હોય છે.
લાંબા વાળ : તમે લક્ષ્મી માતાનો ફોટો જોયો હશે તેમાં તેમના વાળ લાંબા દેખાતા હશે તો આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર વ્યક્તિને ક્યારેય પૈસા ખૂટતા નથી. લંબાવાળ વાળી સ્ત્રીને પરિવાર માટે ખુબ નસીબદાર માનવામાં આવે છે.