ભારત એક કૃષિ પ્રધાન દેશ છે.ભારત ઘણા બધા પ્રકારની ખેતી કરવામાં આવે છે.ભારત માંથી ઘણા પ્રકારના અનાજની નિકાસ કરવામાં આવે છે.તેમાં અનાજ મગફરી ડાંગ વગેરેની ખેતી તમે જોઈ હશે પણ આ એક અલગ પ્રકારની ખેતી વિષે વાત કરવા જઈ રહ્યો છું આ ખેતી માં સાપોનો ઉછેર કરવામાં આવે છે.અને જયારે તે મોટા થાય ત્યારે તેને વેચવામાં આવે છે.તમને નવાઈ લાગતી હશે કે સાપોની ખેતી જેને આપણે રસ્તામાં જોવામાં આવેતો પણ પરસેવો છૂટી જાય છે અને તેની ખેતી કઈ રીતે કરતા હશે.
ચાઈના ની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે. સ્વાભાવિક વાત છે દેશમાં વસ્તી વધારે એટલે ખાવા માટે ખોરાક પણ વધારે જોવે પણ ચીનમાં ભારતની જેમ કૃષિને વધારે મહત્વ આપવામાં આવતું નથી જેના લીધે વધારે અનાજ ત્યાં પાકતું નથી ચાઈનામાં અનાજ ઓછું હોવાથી ત્યાંના લોકો એ પોતાનો ખોરાક બદલી નાખ્યો તેમાં તે અલગ અલગ જાનવર ખાવા લાગ્યા ચીન એક એવો એક માત્ર દેશ છે જ્યાં નાના નાના કીડા મકોડા પણ ખવામાં આવે છે.ચાઈનામાં કુતરા બિલાડી સાપ વગેરેને ખાવામાં આવે છે.
ચીનમાં સાપને પણ ખાવામાં આવે છે.સાપની માંગ વધારે હોવાથી ત્યાંના લોકો સાપની પણ ખેતી કરે છે.સાપની ખેતી કરી વર્ષે કરોડો રૂપિયા કમાય છે.ચાઈનામાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં સાપોની ખેતી કરવાનું લોકો જોડે હુનર છે.આ લોકો ખુબ મોટા પાયે સાપોની ખેતી કરે છે.તે વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા એક હજારની આસપાસ છે.ત્યાંનો દરેક વ્યક્તિ ત્રીસ હજાર સાપનો ઉછેર કરે છે.
સાપ મોટા થાય એટલે તેને બજારમાં વેચીને વર્ષે કરોડો રૂપિયા કમાય છે.તે સાપ ખુબ ઝેરીલા હોય છે પણ તે સાપોને ખૂબસાવચેતી પકડે છે. પોતાની સલામતીનું ખુબ ધ્યાન રાખે છે જેથી સાપ તેમને કરડે નહીં આ વિસ્તારમાં બધા ઘરોમાં સાપ જોવા મળશે અહીંના લોકો સાપથી ડરતા નથી કોબ્રા જેવા ઝહેરીલા સાપનો પણ ઉછેર કરવામાં આવે છે. સાપને લાકડા કે કાચની પેટીમાં રાખવામાં આવે છે. એક કિલો સપના ઝેરની કિંમત અંદાજિત ચાર કરોડ રૂપિયા હોય છે