અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં યૂક્રેનનું એક વિમાન હાઇજેક કરવાની ખબર સામે આવી છે. આ વિમાન યૂક્રેની નાગરિકોને બહાર કાઢવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું. યૂક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને મંગળવારે આ વાતની જાણકારી આપી છે. તો રશિયન મીડિયાનો દાવો છે કે આ પ્લેનને હાઇજેક કર્યા પછી ઈરાનની તરફ લઇ જવામાં આવી રહ્યું છે.
રશિયન એજન્સી તાશની ખબર અનુસાર, યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને કહ્યું કે, રવિવારે અમુક લોકો દ્વારા અમારા વિમાનને હાઇજેક કરી લેવામાં આવ્યું હતું. હાઇજેકર્સ શસ્ત્રોથી સજ્જ હતા. મંગળવારે આ વિમાનને અમારાથી ગાયબ કરી દેવામાં આવ્યું. યૂક્રેની લોકોને એયરલિફ્ટ કરવાના સ્થાને વિમાનમાં સવાર અમુક લોકો તેને ઈરાન લઇ ગયા. અમારા ત્રણ અન્ય એરલિફ્ટ પ્રયાસ સફળ થઇ શક્યા નથી. કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા નહીં.
જોકે, મંત્રીએ આ વાતની જાણકારી આપી નહીં કે વિમાનનું શું થયું અને શું તેને પાછા લાવવાના પ્રયાસ થશે. યેનિને માત્ર એ વાતને રેખાંકિત કરી કે આખી રાજકીય સર્વિસ વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાના નેજામાં કામ કરતી રહી છે.
રશિયન એજન્સી તાશ અનુસાર રવિવારે 31 યૂક્રેની નાગરિકો સહિત 83 લોકોની સાથે એક સૈન્ય વિમાન અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી યૂક્રેનની રાજધાની કીવ પહોંચ્યું. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે આ વિમાન દ્વારા 12 યૂક્રેની સૈન્યકર્મીઓની સ્વદેશ વાપસી થઇ છે. આ ઉપરાંત વિદેશી પત્રકાર અને મદદ માગનારા અમુક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 100 યૂક્રેની નાગરિકો એવા છે જેઓ હજુ પણ અફઘાનિસ્તાનથી બહાર નીકળવા માટેની રાહ જોઇ રહ્યા છે.
તાલિબાને અફઘાનિસ્તાનની હેરિટેજ સાઇટ્સને નિશાન બનાવ્યું છે. તાલિબાનીઓએ ગજની રાજ્યના એન્ટ્રી ગેટને ક્રેનથી તોડી નાખ્યો છે. આ ગેટ ઈસ્લામી સામ્રાજ્યની સ્થાપનાની યાદમાં બનાવ્યો હતો.