ઘણી નાની ઉંમરથી જ પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહેલી ફ્રેન્ચ મોડલ થાયલેન બ્લોન્ડેઉ એક વખત ફરીથી ચર્ચામાં છે. હાલમાં જ તે પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશનની મજા માણતી જોવા મળી હતી. થાયલેને સૌથી પહેલા ૬ વર્ષની ઉંમરે સમાચારમાં છવાઈ હતી જ્યારે તેને દુનિયાની સૌથી સુંદર છોકરી જાહેર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૭ માં થાયલેનને ટીસી કેલન્ડરના ૧૦૦ સૌથી સુંદર ચહેરાની લિસ્ટમાં એડ કરવામાં આવી હતી.
આ લિસ્ટમા પ્રિયંકા ચોપરા અને ઘણા હોલિવુડના સિતારાઓ પણ એન્ટ્રી લઈ ચુક્યા છે. મતલબ છે કે, જ્યારે થાયલેનનું નામ આ લિસ્ટમાં એડ કરવામાં આવ્યું હતું, તેના બે વર્ષ પહેલા જ તેણે પોતાના મોડેલિંગ કરિયરની શરૂઆત કરી દીધી હતી. થાયલેને માત્ર ૪ વર્ષની ઉંમરથી મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે નાની ઉંમરથી જ રેમ્પ વોક કરવા લાગી હતી. તેની માતા એક ફેશન ડિઝાઈનર હતી, તેવામાં થાયલેનને ફેશન ઈન્ડ્સ્ટ્રીનું એક્સપોઝર હતું. તેની ૬ વર્ષની ઉંમરનો એક ફોટો ઘણો વાયરલ થયો હતો જેના પછી તેને દુનિયાની સૌથી સુંદર છોકરી તરીકે જાહેર કરવામાં આવી હતી.
તેના પછી ૧૦ વર્ષની ઉંમરમાં તે ઘણા વિવાદોમાં આવી હતી. અસલમાં તે વોગના એક ફોટોશૂટ દરમિયાન ગોલ્ડન ડ્રેસ, હાઈ હિલ્સ અને મેકઅપમાં જોવા મળી હતી. જેના પછી આ ફોટોશૂટની ઘણી આલોચના થઈ હતી. લોકોએ કહ્યું હતું કે, આ ફોટોશૂટના સહારે ૧૦ વર્ષની થાયલેનને સેક્સુઅલાઈઝ કરવાની કોશિશ કરવામાં આવી છે. આ આરોપો પર થાયલેનની માતાએ જવાબ આપતા કહ્યું હતું કે, હું મસજી શકું છું કે કેટલાંક લોકો માટે આ શોકિંગ છે. હું પોતે આ ફોટોશૂટ દરમિયાન શોક હતી. પરંતુ સાચું તો એ છે કે હું એ વાતને લઈને વધારે ચિંતિત હતી કે મારી પુત્રીએ ફોટોશૂટ દરમિયાન જે નેકલેસ પહેર્યો હતો તેની કિંમત 3 મિલિયન પાઉન્ડ્સની હતી.
ચાઈલ્ડ મોડેલિંગમાં સફળ કરિયર પછી તે ફેશન ઈન્ડ્સ્ટ્રીમાં પોતાનું મુકામ હાંસલ કરવામાં સફળ રહી છે. વર્ષ ૨૦૧૭ માં મિલાન ફેશન વીકમાં યુવા મોડલ તરીકે તેણે કરિયરની શરૂઆત કરી હતી. તેના પછી તેને લોરિયલ બ્રાન્ડની એમ્બેસેડર બનાવવામાં આવી હતી. તેણે હવે પોતાની ક્લોથિંગ બ્રાન્ડ પણ શરૂ કરી દીધી છે. થાયલેન પૂર્વ ફૂટબોલર ખેલાડી પેટ્રીક બ્લોન્ડ્યુ અને ફ્રેન્ચ મોડલ વેરોનિકાની પુત્રી છે. થાયલેન અત્યારે ૨૦ વર્ષની થઈ ગઈ છે અને ઘણા ટોપ બ્રાન્ડ્સનો ચહેરો બની ચુકી છે. તેના ઈન્સ્ટાગ્રામમાં ૪૦ લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે પોતાના ક્લોથિંગ બ્રાન્ડને સોશિયલ મીડિયા પર પ્રમોટ પણ કરે છે.