જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર ૧૭૯૯ કારતક સુદ સાતમના દિવસે થયો હતો. રાજકોટ જિલ્લામાં આવેલું છે વિરપુર જ્યાં જલારામ બાપાએ ગરીબો, સાધુ સંતો, દુઃખી હોય એવા લોકોને જલારામ બાપા ભોજન કરાવતા હતા અને આજીવન તેમને રામ ની ભક્તિ કરી જલારામ બાપા ૮૨ વર્ષ સુધી જીવ્યા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમને આ વીરપુર ગામમાં જ પોતાનું જીવન ગુજાર્યું હતું.
જલારામ બાપાના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું અને તેમની માતાનું નામ રાજબાઇ હતું. જલારામ બાપાના ગુરુએ તેમને શ્રીરામ નો મંત્ર આપ્યો હતો અને તેની સાથે એક માળા પણ આપી હતી. જલારામ બાપાની જન્મ જયંતી કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે તે દિવસે બાપાના લાખો ભક્તો આવે છે.
કહેવાય છે કે જલારામ બાપા પાસે એક એવું અક્ષુ પાત્ર હતું કે જેથી ક્યારે પણ તેમની પાસે અનાજ ખૂટતું ન હતું. આજ સુધી બાપાએ ગરીબોને ભોજન આપ્યું અત્યારે પણ ભક્તો માટે 24 કલાક ભોજન ચાલુ જ રહે છે. જલારામ બાપાના દર્શન માટે લાખો સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે એવું જ નહિ કે ગુજરાતમાંથી આવે છે દેશી વિદેશ થી પણ ભક્તો દર્શન માટે આવે છે.
આ એક એવું મંદિર છે કે જ્યાં ભક્તો પાસેથી એક પણ પૈસાનું દાન લેવામાં આવતું નથી 9 ફેબ્રુઆરી 2000 ના વર્ષથી આ મંદિરમાં એક પ્રકારનું દાન લેવાનું બંધ કરવામાં આવેલ છે ભક્તો જ્યારે મંદિરની અંદર જઈને બાપાના દર્શન કરે છે ત્યારે તેમના બધા દુઃખો દૂર થાય છે. મંદિરમાં એક ફોટો છે જે બાપા નો સાચો ફોટો છે. મંદિરમાં બાપા ની સાચી તસવીરો રાખવામાં આવી છે જેથી ભક્તો દર્શન કરે.