છેલ્લા ગણા સમયથી ગુજરાત આમ આદમી પાર્ટી રાજ્યના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યું છે. ત્યાંની જનતાને થતી તકલીફોને જાણવાનો પ્રયાસ કરી રહી છે. મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આહવાન કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા પણ સુરત સિવાય ક્યાંય ધાર્યું પરિણામ નહોતું મર્યું.
આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલના આધારે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. પાછલા અમુક સમયથી પાર્ટીમાં ગણા મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે અને સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં જાણીતા ટીવી પત્રકાર ઈસુદાન ગઢવી જોડાયા ત્યારબાદ સુરતના જાણીતા ઉધોગપતિ મહેશ સવાણી પણ જોડાયા
ત્યારબાદ એક પછી એક નેતાઓ જોડાતા ગયા જેમ કે યુવા આંદોલનકારી પ્રવીણ રામ, લોક ગાયક વિજય સુવારા, પૂર્વ કોંગ્રેસ નેતા નિખિલ સવાણી આવા ઘણા યુવા નેતા પાર્ટીમાં જોડાયા તેમનો જુસ્સો વધી રહ્યો છે. દિલ્હીના નેતાઓ પણ વારંવાર ગુજરાતની મુલાકાત લેતા હોય તેવું નજરે પડે છે.
તેવામાં ગઈકાલે ગાંધીનગરમાં આયોજિત યુવા સમ્મેલનમાં ગુજરાતમાં ટિક્ટોકથી જાણીતા બનેલા કલ્પ ત્રિવેદી (પરપોટો) પણ યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેઓ કોમેડી પાત્રોથી ખુબ જાણીતા બન્યા છે. તેઓના યુ ટ્યૂબ પર ઘણા સારા મનોરંજક વિડિઓ છે.
પાર્ટીની ધારણા છે કે હજુ ઘણા મોટા લોકો પણ પાર્ટીમાં જોડાશે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે જન સંવેદના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે ભાજપ પણ પોતાના કાર્યક્રમો ઉજવી રહ્યું છે. તેમજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને લોકોને મળી રહ્યા છે.