૪૫ કુલી પુરુષોની સાથે એકલી મહિલા કુલી સંધ્યા કુમારી તમને લોકોને પણ સાંભળવામાં અજીબ લાગશે દરેક રેલવે સ્ટેશન પર તમે પુરુષ કુલીઓને સામાન લઈ જતા જોયા હશે પરંતુ કોઈ દિવસ તમે મહિલા કૂલીને ન જોઈ હોય. સંધ્યા કુમારી ની ઉંમર ૩૧ વર્ષ છે તે તેના ૩ બાળકો ની સાથે સાથે તેની સાસુને પણ સાચવે છે. સંધ્યા કુમારી ને તમે મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પર જોવા મળશે.
સંધ્યા કુમારીના પતિનું મૃત્યુ એક બિમારીના કારણે થોડા સમય પહેલા થયું હતું તેથી આખા પરિવારની જવાબદારી સંધ્યા પર આવી ગઈ હતી. સંધ્યાને ખબર પડી ગઈ કટની રેલવે સ્ટેશન પર કુલી ની જોબ માટે વેકેન્સી છે તેને કંઈ પણ વિચાર્યા વગર તે જોબ કરવાનો નિર્ણય લઈ લીધો. સંધ્યાનું એવું માનતી હતી કે કોઈ કામ નાનુ કે મોટું હોતું નથી ગમે તેવું કામ હોય કામથી પેટ ભરાવું જોઈએ.
સંધ્યા કહેતી કે તેના પતિએ પરિવાર માટે ખૂબ કામ કર્યું હતું તે પણ એવું માનતી હતી કે હું પણ પરિવાર માટે ખૂબ કામ કરીશ કારણકે તે મહેનત કરીને તેના છોકરાઓને ભણાવવા માંગતી હતી અને તેમને સારી નોકરી કરાવવા માંગતી હતી અને તેના સાસુ ને પણ કોઈ તકલીફ ના પડે એટલા માટે તે ખૂબ મહેનત કરવા માંગતી હતી.
સંધ્યાની આ હિંમત જોઈને બીજી અનેક મહિલાઓને પણ હિંમત મળી છે. સંધ્યા મુસાફરોના સામાન ઉપાડી તેમની જગ્યા સુધી પહોંચાડતી હતી સંધ્યા તેના બાળકોને સારું જીવન મળી રહે તે માટે તે મહેનત કરતી હતી. કોઈ પણ કામ હોય પરિસ્થિતિ પ્રમાણે કરવું જોઈએ જેથી કોઈના આગળ હાથ લાંબો ન કરવો પડે.