કોરોના વાયરસની મહામરીની મુશ્કેલ સમય દરમિયાન લાખો લોકોની મદદ કરીને બોલિવુડ અભિનેતા સોનુ સૂદ લોકોના દિલ જીતી ચૂક્યો છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાથી લઈને જરૂરી દવાઓ, ઓક્સિજન સિલિન્ડર અથવા હોસ્પિટલમાં બેડ જેવી સુવિધાઓની વ્યવસ્થા કરવાની વાત હોય કે બીજી કોઈ દરેકમાં સોનુની ટીમે આગળ આવીને કામ કર્યું છે. કોરોના સંકટમાં તે લોકોનો મસીહા બનીને આવ્યો હતો. જોકે તેના આ પ્રયાસને ઘણા આલોચકોએ રાજકારણમાં એન્ટ્રી સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે. ઘણી વખત તેના રાજકારણમાં જોડાવાની ખબરો પણ સામે આવી છે. પરંતુ સોનુએ દર વખતે આવી વાતોને ખોટી કહી છે.
એક વખત ફરીથી સોનુ સૂદની ચૂંટણીમાં એન્ટ્રીની ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક ટ્વિટર અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે કે, કોંગ્રેસ સોનુ સૂદને મહારાષ્ટ્રમાં ૨૦૨૨ ની ચૂંટણીમાં મેયરના ઉમેદવાર તરીકે ઉતારવા પર વિચાર કરી રહી છે. સોનુ સૂદે આ ટ્વીટને શેર કરીને જવાબ આપ્યો છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ સાચું નથી, હું એક સામાન્ય નાગરિક તરીકે ખુશ છું.
આ પહેલા રાજકારણમાં આવવાની અટકળો પર સોનુ સૂદે ગયા વર્ષે એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જે તમે રાજકારણમાં રહીને નથી કરી શકતા તે વસ્તુઓ રાજકારણથી દૂર રહીને કરી શકો છો. જો હું કોઈ પાર્ટી સાથે જોડાઈશ તો શું હું આટલા બધા લોકોની મદદ કરી શકું ખરો.