સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામને નામથી બોલાવું એક શ્રાપ છે તેવું સાંભળ્યું હશે તમે ઘણા લોકોના મુખે એવું પણ સાંભળવા મળ્યું હશે કે સવાર સવારમાં સાયલા ગામ નું નામ મુખેથી નીકળી જાય તો આખો દિવસ જમવાનું ન મળે. માટે આ ગામની મૂળ નામે નહીં પરંતુ ભગતના નામે ઓળખાય છે.
આ ગામ 18000 ની વસ્તી ધરાવે છે. આ ગામનું નામ સાયલા છે પરંતુ તેને કોઈ મૂળ નામથી નથી બોલાવતું સૌ કોઈ તેને ભગતના ગામથી ઓળખે છે. ત્યાંના સ્થાનિકોના મોઢે સાંભળેલી વાત મુજબ તે ગામમાં એક બારોટનો શ્રાપ લાગ્યો હતો. જો કોઈ તેને સાચા નામથી બોલાવે છે તો તેને અન્ન જળ મળતું નથી.
તે ગામમાં એક મદાર સિંહ નામનો રાજા હતો તેને બારોટ જોડે પૈસા પડાવ્યા હતા. એકવાર બારોટ ના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ આવતા તે રાજા જોડે ગીરવે મુકેલા પૈસા લેવા જાય છે. પરંતુ રાજાએ પૈસા ન આપ્યા તો તે બારોટે આત્મહત્યા કરી અને શ્રાપ આપ્યો કે જે કોઈ આ ગામનું નામ લેશે તેને અન્ન જળ નહિ મળે.
તે પછી આ ગામમાં 700 સંતોએ લાલજી મહારાજની પધરામણી કરી. ત્યારબાદ ભગત ની આ વાતની જાણ થઈ પછી તેઓ રાજા જોડે ગયા વાતચીત કરી અને તે પૈસા વ્યાજ સહિત પરત મેળવ્યા ત્યારે બારોટ પરિવાર એ કહ્યું કે આ પૈસા સનાતન ધર્મમાં વાપરજો.
અમુક લોકોનું કહેવું છે કે જ્યાં હજારો લોકોને ફ્રીમા પ્રસાદ આપવામાં આવતો હોય ત્યાં બપોર અને સાંજ જો પેટનો નો ખાડો પુરવામાં આવતો હોય તો આ ગામ વિશે આવું ન માનવું જોઇએ.
આ મંદિરમાં આવનારા ભક્તો માટે રહેવાની પણ સુવિધા છે જોડે સરસ જમવાની પણ સુવિધા છે. આ મંદિરમાં બંને ટાઈમ બિલકુલ ફ્રી મા જમાડવામાં આવે છે.