અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે.અહીં અંબાજીમાં માં અંબે બિરાજમાન છે.ત્યાં આવનાર બધા ભક્તોની મનોકામના અંબેમા પૂર્ણ કરે છે.અંબાજીમાં લાખો ભક્તો આવે છે.અંબાજીમાં જતાની સાથે બોલ મારી અંબે જય જય અંબે ના સુર સભમરાય છે.અંબાજી મંદિર ધાર્મિક તીર્થ સ્થર છે.જ્યાં માં અંબે ને પૂજવામાં આવે છે.
તો મિત્રો તમે બધા એક વારતો માં અંબેના દર્શન કરવા જરૂર ગયા હશો.અહીં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે.અંબાજી મંદિરમાં બિરાજમાન અંબેમા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.અહીં રોજ લાખો શ્રાધારું આવે છે.અંબેમા ના મંદિરને સુવર્ણ મંદિર બનાવની કામગીરી ચાલુ છે.અંબાજી મંદિર આદ્યશક્તિ પીઠ તરીકે ઓરખાય છે.ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિ પીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
અંબાજી મંદિરમાં નાના મોટા ૩૫૮ કળશ લગાવામાં આવ્યા છે.અંબાજી મંદિરમાં માં અંબેની મૂર્તિ પૂજવામાં આવતી નથી અહીં એક યંત્ર પૂજવામાં આવે છે.આ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે.દર મહિનાની આઠમે તેની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે અંબાજીમાં માતાજીનું હદય પડ્યું હતું.અંબાજીમાં ભાદરવા મહિનામાં મેરો ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને આવે છે.
અંબાજી થી બે કિલોમીટર દૂર ગબબરની ગુફા આવેલી છે.ગબબર ઉપર જવા માટે તમારે ઘણા પગથિયાં ચડવા પડે ક્યાંતો ત્યાં ચલતા રોપવેનો પણ ઉપયોગ કરી શકો છો અંબાજી જાયો ત્યારે ગબબર જઈને માં અંબેની પ્રદક્ષિણા કરવાનું ભૂલતા નહીં ત્યાં એકવાન શક્તિ પીઠ બનાવામાં આવ્યા છે.આ પ્રદક્ષિણા કરવાથી તમને એકાવન શક્તિ પીઠના દર્શન થશે.
આ પ્રદક્ષિણા કરવાથી ભારતમાં આવેલા એકવાન શક્તિ પીઠના દર્શનો લાવો મળશે અંબાજીઃ જાયો ત્યારે આ પ્રદક્ષિણા કરવાનું ભૂલતા નહીં આ પ્રદક્ષિણા કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે માં અંબે દરેક ભક્તના દુઃખ દૂર કરે છે.