આ બે ભાઈઓ ક્યારેક કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા આજે કરોડોની કંપનીના માલિક છે, એક ભાઈને તો દસમાં ધોરણમાં થી કાઢી મૂકવામાં આવ્યો હોય તો અને બીજા ભાઈએ માંડ માંડ ગ્રેજ્યુએશન પૂરું કર્યું આ બંને ભાઈઓએ એવું કામ કર્યું કે આજે દુનિયાભરમાં જાણીતા થયા.

Uncategorized

આ બંને ભાઈઓ ના નામ એકનું નામ નિખિલ કામથ અને બીજા ભાઈનું નામ નિતીન કામથ છે. વર્ષ ૨૦૦૦ની સાલમાં નિતીન રાતના ઉજાગરા કરીને કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો ત્યારે નિખિલ તૂટેલા ફોનની લે વેચ કરતો હતો. તેમના પિતા બેંકમાં મેનેજર હતા પરંતુ આ બંને ભાઈઓને ભણવામાં મન લાગતું નહોતું.

એક ભાઈને તો દસમાં ધોરણમાં થી કાઢી મૂકવામાં આવ્યો હોય તો અને બીજા ભાઈએ માંડ માંડ ગ્રેજ્યુએશન પૂરું કર્યું આ બંને ભાઈઓએ એવું કામ કર્યું કે આજે દુનિયાભરમાં જાણીતા થયા. આજે આ બંને ભાઈઓ વર્ષના 100 – 100 કરોડ રૂપિયા ની કમાણી કરે છે.

આ બંને ભાઈઓ ભારતની નંબર વન ડિસ્કાઉન્ટ બોકરેજ ઝીરોધના માલિક છે એ પણ થોડા વર્ષો પહેલા તમારી અને મારી જેમ દુકાનની લાઈનમાં ઉભા રહેતા હતા. અને ક્યાંક જવું હોય તો તે રિક્ષામાં જતા હતા આજે આ બન્ને ભાઈઓ નાની ઉંમરમાં જ પૈસાદાર બની ગયા છે. આ બને ભાઈઓ શેર બજારમાંથી પૈસા કમાયા રમી ને કમાયા અને હવે બીજાઓને રમાડી ને કમાય છે.

નિતીને પૈસા ઉછીના લઇને શેર ખરીદ્યા હતા પહેલા તો તેને નુકસાન થયું પરંતુ તે હિંમત ન હાર્યો ઉછીના પૈસા લીધેલા ચૂકવવા માટે તેને કોલ સેન્ટરમાં નોકરી ચાલુ કરી. પછી તો તેને શેરબજાર માંથી સારા એવા પૈસા ની કમાણી થવા લાગી પછી તેને રિલાયન્સ મની ની ફ્રેન્ચાઇઝી લીધી અને બીજા અનેક લોકોના portfolio મેનેજ કરવા લાગ્યો.

નિખિલે નકલી બર્થ સર્ટિફિકેટ બનાવી કોલ સેન્ટરમાં નોકરી ચાલુ કરી તે રાત્રે નોકરી કરતો અને દિવસે તે શેર બજાર ની માહિતી લેતો હતો. અઢાર વર્ષની ઉંમરે તેણે પહેલો સોદો કર્યો હતો તેનું નસીબ સારું કે તેને સફળતા મળી. આમ ધીમે ધીમે તે શેર બજારના પગથિયા ચડતો ગયો અને તેને સફળતા મરતી ગઈ. આવી રીતે બંને ભાઈઓ એ સફળતા મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *