આજે અફઘાનીસ્તાના હાલત ખુબ ખરાબ છે.તાલિબાને પોતાની પક્કડ દિવસે દિવસે મજબૂત કરતું જાય છે.તાલીબાના ડરના લીધે અફઘાન લોકો દેશ છોડીને જવા મજબુર થયા છે.અફઘાન રાજધાની કાબુલમાં અફડા તડફીનો માહોલ ઘણા દિવસથી જોવા મરે છે.કાબુલ એરપોર્ટ ઉપર લોકોની ભીડ જમા થતી જાય છે.ત્યાં લોકો પોતાની માલ મિલ્કત છોડીને પણ અફઘાન છોડવું છે.અફઘાનીસ્તાના ઘણા રાજકારણીઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે.પણ આજે અફઘાન માં એક એવો પ્રદેશ આવેલો છે જ્યાં તાલિબાને ઘણા પ્રયત્નો કર્યા તોપણ તે પ્રદેશ જતી ચૂક્યું નથી
અફઘાનિસ્તાનમાં ૪૦ વર્ષથી કોઈ દિવસ શાંતિ થી પસાર થયો હોય તલીબાન પોતાનો આત્મવિશ્વાસ બુલન્દ છે તેને અમેરિકાના સૈનિકોને પણ પાછા જવા માટેની ચેતવણી આપી ચૂક્યું છે.તાલિબાને અફઘાન લોકોને દેશ છોડીને જવાની મનાઈ કરી દીધી છે.
અફઘાનિસ્તાનો એક પ્રદેશ છે જ્યાં તાલીબાનું રાજ નથી એ પ્રદેશનું નામ પંજશીર છે જ્યાંથી તાલિબાન સામે લડત લડવામાં આવે છે.તાલિબાન સામે લડવામાં પંજશીરને નોર્ધન એલાઇન્સ સપોર્ટ કરે છે.અફઘાનીસ્તાના વીર યોદ્ધા કહેવાતા અહેમદ શાહ મસૂદનો પંજશીર ગઢ કહેવાય છે.પંજશીરમાં તલીબાન વિરુદ્ધ લડાઈ લડવાવારા નાના મોટા દલ ભેગા થવા લાગ્યા છે.
અફઘાન ઉપ રાષ્ટ્રપતિ સાલેહને તાલિબાન વિરુદ્ધ મોરચો શરૂ કરે છે.જેમાં તાલિબાન વિરુદ્ધ લડાઈ લડી રહેલા ગોરીલ્લા કમાન્ડર પંજશીરના અહમદ શાહ મસૂદનો પુત્ર અહમદ મસૂર અને જનરલ બિસ્મિલ્લા આ બધા પંજશીરમાં એક થઇ ગયા છે.આ બધા નેતા પોતાના સૈનિક લઈને પંજશીરમાં છે.જેને પાંચ શેરોની ઘાટી તરીકે ઓરખાય છે.આ ત્રણે નેતા અફઘાન બીજા નંબરના સમુદાય માંથી આવે છે.પંજશીરના દરેક વિસ્તારમાં તેમની દસ ટકા વસ્તી રહેલી છે.આખા અફઘાનમાં તાજીક સમુદાયની વસ્તી ૨૫થી ૩૦ ટકા છે આ સમુદાય નથી ઇચ્છતું કે તાલિબાન અફઘાન ઉપર શાશન કરે
પંજશીરમાં નોર્ધન અલાઇન્સની સ્થાપના અહમદ શાહ મસૂદે કરી હતી જેને અલકાયદાએ મારી નાખ્યા હતા તાલિબાન હજી સુધી પંજશીરમાં કબ્જો કરી શક્યું નથી તેનું મુખ્ય કારણ અહમદ મસૂર છે જેને પંજશીરનો શેર પણ કહેવામાં આવે છે પંજશીરના નાના નાના બાળકો પણ તાલિબાન સાથે લડવા માટે તૈયાર છે