આજે દરેક માં બાપની ઈચ્છા હોય કે પોતાના બાળકો જીવનમાં ખુબ પ્રગતિ કરે તે માટે માં બાપ દીકરાને સારું શિક્ષણ આપવા માંગતા હોય છે.સમાજમાં ઘણા કિસ્સા જોવા મળતા હોય છે કે માં બાપ અભણ હોય પણ પોતાના બાળકોને સારું શિક્ષણ આપણી તેમને સારી સરકારી નોકરી આવતા હોય છે.તે માટે માં બાપ રાત દિવસ એક કરીને પોતાના બાળકોને ભણાવતા હોય છે. આજે એવો એક કિસ્સો ગુજરાતના સાવરકુંડલામાં થયો છે.
સાવરકુંડલાના વિનુભાઈ એક નાની પંચરની દુકાન અને સાથે પાનની દુકાન ચલાવે છે.વિનુ ભાઈએ પોતાની અથારક મહેનતથી પોતાના બંને દીકરાને ભણવ્યા અને આજે તેમનો બંને દીકરાને જીવનમાં સફળ બનાવ્યા આજે વિનુભાઈનો એક દીકરો નેવીમાં ઓફિસર છે અને બીજો દીકરો MBBS માં અભ્યાસ કરે છે.
વિનુભાઈ ના બંને દીકરા આજે સફળ છે પણ તે આજે પિતા કરેલી મહેનથી આજે તે સફળ થયા છે.તેમના દીકરાને ભણવા માટે તેમને રાત દિવસ મજૂરી કરી છે.દીકરા જયારે ઘરે આવે ત્યારે પિતાને પંચરની દુકાન ચલાવામાં પણ મદદ કરતા હતા.ક્યારેક તો તે જાતે પંચર કરવા બેસી જતા હતા દીકરાઓને ખબર છે આજે જે કઈ સફળતા મેળવી છે.તે પિતાની મહેનત થી મેળવી છે.
વિનુભાઈ ના ઘરે જયારે દીકરાઓનો જન્મ થયો ત્યારથી તેમની ઈચ્છા હતી કે તેમના બંને દીકરાને સારું શિક્ષણ આપીને તેમને જીવનમાં સફળ બનાવીશ વિનુભાઈ નહોતા ઈચ્છત કે તેમના દીકરાઓનું જીવન પણ ગરીબીમાં પસાર થાય તેમના ઘરની પરિસ્થિતિ સામાન્ય હતી તો પણ તેમને પોતાના બંને દીકરાઓને ભણાવ્યા અને સફળ બનાવ્યા બંને દીકરો પોતાના પિતાનું નામ સમાજમાં ઊંચું કર્યું
વિનુ ભાઈને બે દીકરા છે એક નું નામ કેવલ અને બીજાનું નામ દર્શન છે.કેવલ નેવીમાં નોકરી કરે છે અને દર્શન MBBS માં અભ્યાસ કરે છે.વિનુ ભાઈને પણ એક સપનું હતું કે ભણી ગણીને એક સારી નોકરી મેળવે પણ તેમની પરિસ્થિતિ સારી નહોવાથી પોતાનું સપનું પૂરું કરી શક્યા નહીં પણ તેમને પોતાનું સપનું પોતાના દીકરાઓ જોડે પૂરું કરાવ્યું આજે વિનુ ભાઈ ના બંને દીકરા ખુબ પ્રગતિ કરી રહ્યા છે.