સારો સમય આવે એ પહેલા ભગવાન મહાદેવ આવા સંકેતો આપે છે, મહાદેવ તેમના સાચા ભક્તો ને કોઈકના કોઈક દિવસ એમની કૃપા થતી હોય છે

Uncategorized

જો શ્રાવણ મહિનામાં તમને આવા સંકેતો મળે તો સમજી જવું કે ભગવાન મહાદેવ તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે તો તમને લાભ થવાથી કોણ રોકી શકે નહીં કહેવત છે કે ભગવાન મહાદેવ ભોળા છે જેથી તે સરળતાથી દરેક લોકોને પ્રસન્ન થઈ જાય છે જેના પર શંકર ભગવાનની કૃપા થઈ જાય તે કોઈ દિવસ દુઃખી થતું નથી.

મહાદેવ તેમના સાચા ભક્તો ને કોઈકના કોઈક દિવસ એમની કૃપા થતી હોય છે તે ભક્તોની ભક્તિ જોઈને તેમના ઘરે રહેવા પણ જાય છે જ્યારે તે આપણા લોકોના ઘરે રહેવા માટે આવે છે ત્યારે આવા સંકેતો મળે છે.

જો કોઈ ગાય તમારા ઘરના દરવાજે આવે તો કારણકે નદી મહારાજ મહાદેવનું વાહન છે નંદીને ભગવાન શંકરનું દ્વારપાલ પર કહેવામાં આવે છે જો શ્રાવણ મહિનામાં તમારા ઘરેના દરવાજે નદી આવે તો સમજવું કે ભગવાન શંકર તમારા ઘરે આવવાના છે અને તમારા બધા જ દુઃખો દૂર થવાના છે. કારણ કે આ બધા સંકેતો મળવા એ ખુબજ શુભ માનવામાં આવે છે ભગવાન શંકરના આવવાના સંકેતો હોય છે આ બધા.

જો શ્રાવણ મહિનામાં તમને સપનામાં શિવલિંગ દેખાય અથવા તો શંકર ભગવાન દેખાય તો તમારે સમજી જવું કે તમારા જીવનમાંથી પરેશાનીઓ દૂર થવાની છે.

તમારા ઘરે નીલકંઠ શ્રાવણ મહિનામાં આવીને તમારા ઘર ઉપર બેસે તો તમારે એને કાઢી ન મૂકવું જોઈએ કારણ કે તેમને શંકર ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે શ્રીરામ એ આ પક્ષી ના દર્શન કર્યા પછી જ રાવન સાથેની લડાઈમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.

શ્રાવણ મહિનામાં તમારા ઘરે કાળો સાપ આવી જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે તેને પણ શુભ માનવામાં આવે છે એ સાપને માળવો ન જોઈએ કારણકે એ ભગવાન મહાદેવનો આવવાનો સંકેત હોય છે. ભગવાન મહાદેવ જે લોકોની ભક્તિથી પ્રસન્ન થયા હોય છે એ લોકોને આવા સંકેતો મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *