મિત્રો તમે બધા જાણતા જ હશો કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જીવનનો શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો હતો. જે આપણા બધાના જીવનમાં મોટાભાગે લાગુ પડતું હોય છે. આપણા સૌના જીવનમાં ચાલતા સારા ખોટા દરેક પ્રશ્નોનો જવાબ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મળી રહેતો હોય છે.
તો મિત્રો જીવન માં ચાલતી કોઈ પણ પરિસ્થિતિમાં તમે સારું અને શ્રેષ્ઠ જીવન વીતાવી શકો તેવા ઉપાયો વિશે જાણો. શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે દરેકે સંયુક્ત કુટુંબમાં જીવન જીવતા શીખવું જોઈએ. સંયુક્ત કુટુંબ જેવું જીવન ક્યાંય નથી બને ત્યાં સુધી સહ પરિવાર સાથે રહેતા શીખવું જોઈએ. આજના સમયમાં સંબંધને જેટલા બાંધેલા રાખશો કેટલી વધુ પ્રતિષ્ઠા મળશે. આજના સમયમાં દરેક નું જીવન ભાગદોડથી ભરેલી જિંદગી થઈ ગઈ છે જેના કારણે લોકોને સામાજિક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અકસ્માતો વધી રહ્યા છે. કોઈપણ પ્રશ્નનું એકલા હાથે નિરાકરણ નથી મળતું. માટે સંબંધો સાચવેલા હશે તો કોઈપણ વિકટ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળી શકશો. મારે તો કોઈની જરૂર નથી તેવા વહેમમાં ન રહેવું જોઈએ.
બીજી એક મહત્વની વાત કે જીવનમાં પૈસાથી સંબંધની ઉપર રાખવો જોઈએ મતલબ કે સંબંધની મહત્વ આપવું જોઈએ. જોવા જઈએ તો ખાવાનું તો કોઈના ઘરે ખૂટતું નથી પરંતુ સાચું સુખ એકબીજા સાથે હરી મળીને રહેવામાં છે. એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવું એ જ સાચું સુખ છે. બે ભાઈ હોય તો તેમાં એક ભાઈ વધુ કમાતો હોય તો બીજો ભાઈ ઓછું કમાતો હોય તેમાં ભેદભાવ ન રાખવો જોઈએ તેનાથી ઈર્ષા ઉત્પન્ન થાય છે અને પરિવાર તૂટે છે. જીવનમાં પૈસો જરૂરી છે પણ તેના કારણે સંબંધો તૂટે તેટલો જરૂરી નથી.ઘરના સભ્યો વચ્ચે માન-સન્માનની વાતો ન થવી જોઈએ. મને કોઈ ગમતું નથી મારું માન રાખ્યું તેવા વિચારો પરિવારના સભ્યો વચ્ચે ન કરવા જોઈએ.
શ્રી કૃષ્ણ એક મહત્વની વાત કરે છે કે જીવનમાં મૌન રહેવું ઉત્તમ વસ્તુ છે. ઘરમાં જ્યારે કંઈક વાત એ કકળાટ થાય તો મૌન રહેવું જોઈએ. એક માણસ શાંત થશે તો સામેવાળી વ્યક્તિ આપોઆપ શાંત થઈ જશે. ક્યારેય પણ ઈટનો જવાબ પથ્થરથી ન આપવો જોઈએ. બહારથી દેખાતું સુખ ઘણીવાર સાચું સુખ નથી હોતું. બહારના દેખાડા વાળા લોકોના સુખથી વ્યક્તિ ક્યારેય પણ દુખી ના થવું જોઈએ.
તમારા સામે કોઈ વડીલ કે મહેમાન ઉભુ છે તો તેને માન સન્માન આપો. તમારી સામે આવનાર વ્યક્તિને તમે પ્રેમથી બોલાવશો તો તેની તમારા પ્રત્યે માન સન્માન થશે. સગા સંબંધી માં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેમની સાથે રહેવું જોઈએ જેથી તેઓ હિંમત ન હારે. જેટલી શક્ય હોય કેટલી મદદ કરવી જોઈએ.
કોઈપણ વ્યક્તિએ નાની નાની વાતોમાં મન દુખ ન કરવું જોઈએ. તમે એક પરિવાર જોડે રહેતા હોય તો ઘરમાં કોઈ થોડું વધુ કામ કરે તો કોઈ થોડું ઓછું કામ કરે તેવી બાબતોમાં મનદુઃખ ન કરવું જોઈએ કારણકે તેનો લાભ બીજા લોકો ઉઠાવી જતા હોય છે. તમે કોઈની પાંચ આંગળી સરખી જોયું ન હોય તો કોઈને આંગળી કાપી ને સરખી કરવાનો પ્રયાસ કર્યો. જો તમારે સબંધ સાચવવા હોય તો નાની-નાની વાતોમાં ખોટું લગાડવું ન જોઈએ