આ ધરતી પર એવી જગ્યા છે કે જેની બાબતે સામાન્ય રીતે લોકોને જાણકારી સુદ્ધાં હોતી નથી. શું તમે જાણો છો કે ઇટાલીમાં એક એવું ગામ છે ત્યાં જ્યાં ૩ મહિના સુધી સૂર્ય નો પ્રકાશ પહોંચતો નથી. કહેવાય છે કે આવશ્કયતા જ આવિષ્કાર જનની હોય છે કંઈક એવું જ થાય આ ગામ માં અને લોકોએ પ્રકાશ મેળવવા પોતાનો આર્ટિફિશ્યલ સુરજ બનાવી લીધો. ઇટાલીનો આ ગામનું નામ વીગનેલા છે.
આ ગામ ચારેય તરફથી ખીણથી ઘેરાયેલું છે.
જેના કારણે ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી અહીં અંધારું છવાયેલું રહે છે કેમ કે સૂરજના કિરણો આ ગામ સુધી પહોંચતા નથી. લાંબા સમય સુધી સૂર્યનો પ્રકાશ ન મળવાના કારણે આ ગામમાં બીમારીઓ ફેલાવા લાગતી હતી. લોકો પ્રકાશ ન મળી શકવાના કારણે નકારાત્મક માનસિકતા, ઊંઘની અછત, મૂડ ખરાબ રહેવા જેવી સમસ્યાઓથી ઝઝૂમતા હતા અને ગુના પણ વધી જતા હતા. એવામાં આ ગામના લોકોએ ઠંડીના વાતાવરણમાં પ્રકાશ માટે જે વ્યવસ્થા કરી તેને જાણીને તમે પણ તેમના વખાણ કરવા લાગશો.
BBCના માહિતી મુજબ આ ગામના લોકોએ પ્રકાશ મેળવવા માટે વર્ષ ૨૦૦૬ મા ૧૦૦,૦૦૦ યુરોની મદદથી ૮ મીટર લાંબી અને ૫ મીટર પહોળી સ્ટીલની શીટનું નિર્માણ કર્યું હતું, જેના પર સૂર્યનો પ્રકાશ પડતા જ આખા ગામમાં અજવાળું આવી જાય છે. સૂર્યના માર્ગનું અનુસરણ કરવા માટે મિરર (કાચ)ને કમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યો છે. આ ટેક્નિકના ઉપયોગને લઈને વિગનેલાના મેયર પિયરફ્રેંક મિડાલીએ કહ્યું કે એ સરળ નહોતું અમારે તે માટે ઉચિત સામગ્રી શોધવાની હતી. ટેક્નિક બાબતે શીખવાનું હતું અને ખાસ કરીને પૈસાઓની વ્યવસ્થા કરવાનો એક મોટો પડકાર હતો.
આ ટેક્નિકને એક વૈજ્ઞાનિકે સમજાવતા બતાવ્યું કે સ્ટીલ શીટ પર લાગેલો મિરર ૬ કલાક સુધી પ્રકાશ પ્રતિબિંબિત કરે છે જેથી ગ્રામજનોને અંધારામાંથી મુક્તિ મળી જાય છે. વિગનેલાના મેયર પિયરફ્રેંક મિડાલીએ આગળ કહ્યું કે આ પરિયોજના પાછળના વિચારોનો વૈજ્ઞાનિક આધાર નહીં પરંતુ માનવીય જરૂરિયાત છે. આ સ્ટીલ શીટના કારણે હવે ઠંડીના વાતાવરણમાં પણ ગામના લોકોને ૬ કલાકનો પ્રકાશ મળી જાય છે જેથી તેઓ સરળતાથી દિવસ અને રાતનો ફરક અનુભવ કરી શકે છે અને દરેક જરૂરી કામ પતાવી લે છે