કહેવાય છે કે પ્રતિભા કોઈ ઉંમરની મોહતાજ નથી જ્યારે શીખવાનો ઉત્સાહ હોય અને ઈરાદા પાક્કા હોય તો માણસ દરેક એ વસ્તુ મેળવી શકે છે જેને તે ઈચ્છે છે. કંઈક એવું જ કરી દેખાડ્યું છે બિહારના ગયા જંક્શન પર કૂલીનું કામ કરનારા ૭૦ વર્ષીય શિવ કુમાર ગુપ્તાએ. શિવકુમાર ગુપ્તા ધારદાર ઇંગ્લિશ બોલે છે તો લોકો તેને ઇંગ્લિશ કૂલી મેનના નામથી ઓળખે છે. ખાસ વાત એ છે કે તેની પાસે ન તો કોઈ એજ્યુકેશન છે કે ન કોઈ ડિગ્રી છે પરંતુ અંગ્રેજી એવી કે સાંભળીને ચકિત થઈ જાઓ.
હાથોમાં અંગ્રેજી અખબાર, મોઢે ધારદાર અંગ્રેજી અને કામ કૂલીનું. ગયાના શિવકુમાર ગુપ્તા જેની ઉંમર ૭૦ વર્ષ છે અને વ્યવસાયે કૂલી છે. શરીર ધીરે ધીરે સાથ આપવાનું છોડી રહ્યું છે પરંતુ વૃદ્ધાવસ્થા સાથે જ તે વધુ દૃઢ થતો જઈ રહ્યો છે. શિવકુમાર ગુપ્તા કહે છે કે કામ તો તે કૂલીનું કરે છે પરંતુ સૌથી પહેલા તે માણસ છે જે કે લોકોના કામ આવી શકે. જિંદગીમાં તેનાથી મોટી વસ્તુ કોઈ નથી. શિવ કુમાર ગુપ્તા સામાન્ય કૂલી જ નહીં પરંતુ તેની કંઈક અલગ જ ખાસિયત છે.
જ્યાં સામાન્ય કૂલીઓને હિન્દી પણ સારી રીતે સમજમાં આવતી નથી તો શિવકુમાર ગુપ્તા કોઈ પણ ડિગ્રી વિના જ શાનદાર અંગ્રજી બોલે છે એવામાં ગયા જેવા ઐતિહાસિક સ્ટેશન પર તેની સાથે અન્ય ૧૨૧ કૂલીઓને પણ ખૂબ લાભ મળે છે. જ્યારે કોઈ પણ વિદેશી મુસાફર અહીં પહોંચે છે અને જે હિન્દી નથી સમજતા તેમના માટે શિવકુમાર મદદરૂપ બને છે. તેમના સામાન પહોંચાડવા સાથે સાથે જ તેમની જરૂરિયાતના હિસાબે ગાઈડ કરવાનું શિવકુમાર ગુપ્તા પોતાનો ધર્મ સમજે છે. તેણે જણાવ્યું કે તેનો પ્રયત્ન રહે છે કે જેના માટે તે કામ કરી રહ્યો છે તે ખુશ રહે, ન ભાવ વધારે, ન કોઈ છેતરપિંડી.
શિવકુમારના વ્યવહારના કારણે તેને લોકો ખૂબ પસંદ કરે છે. તેણે જણાવ્યું કે આ જ કારણે માગ્યા વિના પણ તેને લોકો મોટા ભાગે ગિફ્ટ આપે છે. લોકો મને ઇંગ્લિશ કૂલી મેન પણ કહે છે. મારી પાસે કોઈ એજ્યુકેશન, કોઈ ડિગ્રી નથી છતા પણ બોલતા બોલતા શીખી ગયો. ગયા જંક્શન પર જ કામ કરી રહેલા સૂરજ દેવ ચંદ્રવંશીએ જણાવ્યું કે શિવકુમાર ગુપ્તાને બાબા કહે છે છતા તેને ઇંગ્લિશ કૂલી મેન નામથી બોલાવે છે. તેણે જણાવ્યું કે બાબાના રહેવાથી તેમને ઘણી મદદ મળે છે. જ્યારે અમને કંઈ સમજ પડતી નથી તો અમે ભાગતા ભાગતા શિવકુમાર બાબા પાસે જઈએ છીએ અને તે મુસાફરને ઈંગ્લીશમાં સમજાવીને મોકલી દે છે.