આદિત્ય નારાયણ હવે ક્યારેય હોસ્ટ નહીં કરે મ્યૂઝિક રિયાલિટી શૉ, જણાવ્યું આ કારણ

trending

બોલિવુડ એક્ટર અને સિંગર આદિત્ય નારાયણ ઘણી પ્રતિભાઓથી ભરેલો છે. તે એક્ટિંગ સાથે સાથે ઘણા રિયાલિટી શૉઝનો હસ્ટ અને એન્કર પણ રહી ચૂક્યો છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે તે મ્યુઝિક રિયાલિટી શૉઝને હૉસ્ટ કરવાનું છોડી રહ્યો છે. હાલમાં જ એક પોર્ટલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે હું મ્યુઝિક રિયાલિટી શૉને હૉસ્ટ કરવાનું છોડી રહ્યો છે. વર્ષ ૨૦૧૫ થી હું નોન સ્ટોપ રિયાલિટી શોઝ હૉસ્ટ કરી રહ્યો છું.


સાથે જ ભગવાનની કૃપાથી એક સીઝન જેનો હું હિસ્સો છું તે ૨-૩ સીઝન બરાબર છે જો કોઈ બીજું હૉસ્ટ કરે છે. વર્ષ ૨૦૧૫ થી મેં ‘સા રે ગા મા પા’ની ૪ સીઝન હોસ્ટ કરી છે એટલે કે ૧૭૦ એપિસોડ. ઇન્ડિયન આઇડલની બે સીઝન ૧૨૦ એપિસોડ, એક સીઝન ખતરા ખતરા કુલ ૧૧૦ એપિસોડ. આ કુલ ૪૦૦ એપિસોડ થયા છે. અન્ય શૉઝ જેને મેં હૉસ્ટ કર્યા છે તે છે ખતરો કે ખેલાડી, રાઈઝિંગ સ્ટાર એન્ટરટેનમેન્ટ કી રાત, કિચન ચેમ્પિયન, ઝી કૉમેડી શૉ.


આદિત્ય નારાયણે આગળ કહ્યું કે હવે રિયાલિટી શૉ હૉસ્ટીંગનું કામ ખૂબ થઈ ગયું. હવે મારા જીવનમાં કંઈક ખૂબ મોટું કરવાનો સમય છે. હવે હું કન્ટેન્ટ બનાવવા માગું છું. મ્યુઝિક આલ્બમ અને સાથે જ OTT અને ટી.વી. માટે કન્ટેન્ટ. આ યોગ્ય સમય છે. મારા દિલને વિશ્વાસ છે કે હું એ જ કરવા માગું છું. આ ભારત માટે ગ્રેમી જીતવાના મારા બાળપણના સપના પર કામ કરવાનો સમય પણ છે. ભારત પર સૌની નજરો છો. વિશ્વ સ્તર પર ચમકવાનો આપણો સમય છે. આપણે બસ આપણું માથું ઊંચું કરવા અને સખત મહેનત કરવાની જરૂરિયાત છે.


આદિત્ય નારાયણ બાળપણથી જ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેણે એક બાળ કલાકાર તરીકે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ શાપિત ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. આદિત્ય નારાયણે રણવીર સિંહ સહિત ઘણા એક્ટરો માટે સોંગ પણ રેકોર્ડ કર્યા છે. હવે તે કંઈક અલગ કરવાનું મન બનાવી ચૂક્યો છે. આશા છે કે આગામી દિવસોમાં આદિત્ય નારાયણ આપણને કંઈક નવું કરતો નજરે પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *