હાલ બધા દેશોને નજર તાલિબાન કેવા નીતિ નિયમો બનવાઈ છે તે ઉપર છે.તાલિબાને અફઘાનિસ્તાનના મોટા શહેરો ઉપર પોતાનું નિયત્રંણ સ્થાપિત કરી દીધું છે.પંજશીરના કેટલાક નેતાઓ તાલીબાના નાકમાં દમ કરી નાખ્યો છે.તેથી તાલીબાના આ નેતા ઉપર ખુબ ગુસ્સે છે.હાલ તાલિબાન પોતાની બધી તાકાત લડાવીને પંજશીર ઉપર પોતાનું નિયત્રંણ કરવા માંગે છે.
પંજશીર નેતા મરવા માટે તૈયાર છે પણ તાલિબાન સામે ઝૂકવા માંગતા નથી પંજશીર બાળકો પણ તાલિબાન સામે બંદૂક લઈને કડવા માટે તૈયાર છે.તે પંજશીર માટે શહીદ થવા માટે તૈયાર છે.તે તાલિબાનની ગુલામી કરવા તૈયાર નથી જ્યાં સુધી તાલિબાન પંજશીર ઉપર કબ્જો મેરવશે નહીં ત્યાં સુધી તે શાંતિ થી બેસે તેમ નથી લાગતું તેથી તાલિબાને પંજશીર નેતા ઉપર એક્શન લેવાનું ચાલુ કરી દીધું છે.
અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કબ્જો મેળવ્યાના લગભગ બે અઠવાડિયા થઇ ચુક્યા છે.પણ તાલિબાન હજી સુધી અફધાના પંજશીર ઉપર કબ્જો મેળવી શક્યું નથી એવા માં ગુસ્સે થયેલા તાલિબાને પંજશીરમાં ઈંટરનેટ બંધ કરી નાખ્યું છે.એવું કહેવામાં આવે છે કે તાલિબાને એટલા માટે ઇન્ટરનેટ બંધ કર્યું છે કે અફધાના પૃર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરઉલ્લાહ સાલેહ કોઈ ટ્રીવટ કરી શકે નહીં
અમરઉલ્લાહ સાલેહ સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે.તે રોજ નવી નવી ટ્રીવટ તાલિબાન વિરુદ્ધ કરે છે.તેમને થોડા સમય પહેલા RESISTANCE લખીને ટ્રીવટ કર્યું હતું જેનો મતલબ થાય પ્રતિરોધ તે સોશિયલ મિડયાના માધ્યમ થી તાલિબાને લલકારવાનું કામ કરતા હતા તેમના આ ટ્રીવટ પછી તાલિબાન ખુબ ગુસ્સે ભરાયું છે.અમરઉલ્લાહ સાલેહ પંજશીરમાં રહે છે અને તે ત્યાંથી તાલિબાન વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે.
અફઘાનિસ્તાન માં આવેલા પંજશીરને અત્યાર સુધી કોઈ જીતી શક્યું નથી પંજસીરના લોકોને ગુલામી પંસંદ નથી આ વિસ્તારમાં આવેલા ઊંચા પહાડો તેને વધુ શક્તિશાળી બનાવે છે.ત્યાંના લોકો ગોરિલ્લા યુદ્ધ કરવાની પદ્ધતિ જાણે છે.પંજશીરમાં પંજસીરનો શેર અહેમદ મસૂદ પણ તેમને સાથ આપે છે.તાલિબાને પંજશીરમાં આપવામાં આવતી બધી સેવાઓ બંધ કરી નાખી છે.