દ્વારકા એક પ્રાચીન શહેર છે જે શ્રીકૃષ્ણએ બનાવ્યું હતું શ્રી કૃષ્ણ એ લગભગ નવ હજાર વર્ષ પહેલા બનાવ્યું હતું. એવું તો શું થયું કે આ સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હજુ પણ આ સમુદ્રમાં સોનાની નગરી ના અવશેષો છે. ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડ્યા પછી આ દ્વારકાનું નિર્માણ કર્યું હતું.
શ્રી કૃષ્ણ દ્વારકા નું નિર્માણ કરતી વખતે શ્રીકૃષ્ણએ સમુદ્ર ને જગ્યાનું અને પાણીને ખસેડી લેવાનું નિમંત્રણ કર્યું. અને સમુદ્ર દેવે જગ્યા આપી. એના પછી વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું. પરંતુ જ્યારે શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે આ સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. સમુદ્રમાં શોધખોળ કરતી વખતે ખબર પડી કે આ નવ હજાર વર્ષ જૂની છે.
સમુદ્રમાં શોધખોળ કરતી વખતે એવા પુરાવા મળ્યા કે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે. હિમયુગ ની સમાપ્તિ ના કારણે આ દ્વારકા નગરીનો અંત આવ્યો હતો. 9000 વર્ષ પહેલા હિમયુગ ની સમાપ્તિ થી સમુદ્રનું જળ સ્થળ વધી જતાં કેટલા શહેરો સમુદ્રમાં નષ્ટ થઈ ગયા એમાંથી આ એક સમુદ્ર પર આવેલું દ્વારકા નગરી હતી.
ઘણા લોકો દ્વારકા ને ઓખામંડળ, દ્વારાવતી, ચક્રતીર્થ, ગોમતીદ્વાર ના નામથી પણ ઓળખે છે. અને શહેરને ચારે બાજુ લાંબી લાંબી દીવાલો હતી અને એમાં કેટલા બધા દ્વાર હતા ઘણા બધા દ્વાર હોવાના કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું. કહેવાય છે કે હાલમાં પણ આની દિવાલો સમુદ્રમાં છે.
ભગવાન શ્રીકૃષ્ણએ 36 વર્ષ રાજ કર્યા પછી તેમનું મૃત્યુ થયું. અને દ્વારકાનગરી પણ સમુદ્ર ડૂબી ગઈ. દ્વારકાના અવશેષ ઉપર સૌથી પહેલા નજર વાયુ સેનાના પાયલોટોની પડી હતી જે સમુદ્રની ઉપર થઈને જય રહ્યા હતા