ભારત દેશ હિન્દુઓનું દેશ કહેવામાં આવે છે. દેશના દરેક ખૂણે ખૂણે પરમ કૃપાળુ ભગવાનના મંદિરો આવેલા છે. દરેક મંદિરના અલગ-અલગ રહસ્ય છુપાયેલા હોય છે. દરેક મંદિરની અંદર અલગ-અલગ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી હોય છે. ત્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે જતા હોય છે. ઘણીવાર તમે પણ જોયું હશે કે મંદિરોમાં સાક્ષાત ચમત્કાર જોવા મળતા હોય છે.
તેવું જ એક મંદિર જામનગર જિલ્લાના કાલાવાડ થી નજીકમાં આવેલું તુલસિયા ગામમાં વરૂડી માતાનું મંદિર આવેલ છે. આ વરૂડી માતાના મંદિરે ભક્તો દૂરથી દર્શનાર્થે આવતા હોય છે. ત્યાં આવનાર ભક્તો ને માતાજી ઉપર ખૂબ શ્રદ્ધા હોય છે.
આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે ત્યાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશુલ પ્રગટ થાય છે. એટલા માટે આ મંદિર લોકોમાં વધુ પૂજનીય, વંદનીય અને આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવનાર દરેક ભક્તોની ઈચ્છા શક્તિ અનુસાર તેમની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે.
ત્યાં મંદિર આસપાસ રહેતાં લોકો વાર-તહેવારના દિવસે મંદિરમાં આવીને માનતા રાખતા હોય છે. મંદિરમાં વરૂડી માતા સિવાય બીજા ભગવાનની પણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જેથી મોટાભાગના લોકો ત્યાં આવે છે અને દર્શન કરીને ધન્ય થાય છે.
આ મંદિરમાં માતાજી દરેક ભક્તો ના દુઃખ દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે. આજે પણ વરૂડી માતા સાક્ષાત પરચા આપે છે.