હાલ માં યોજવામાં આવેલી પૈરા ઓલમ્પિકમાં ઘણા દેશના રમતવીરોએ ભાગ લીધો હતો.ઘણા રમતવીરોએ પોતાના દેશ માટે મેડલ જીત્યા હતા.ઓલમ્પિકમાં મેડલ જીતવો એ ખુબ ગર્વની વાત છે.પોતાના દેશ માટે મેડલ જીતેને દેશનું નામ રોશન કરતા હોય છે.તે મેડલ જીતીને પોતાના માં બાપનું પણ નામ રોશન કરતા હોય છે.મેડલ જીતનાર ખેલાડીને ખુબ માન સન્માન આપવામાં આવતું હોય છે.તેમને સરકાર દ્વારા પોત્સાહન સ્વરૂપે ઇનામ પણ આપવામાં આવતા હોય છે.મેડલ જીતેને દેશમાં પરત આવે ત્યારે તેમના નામની ખુબ વાહ વાહ થાય છે.આવા ખેલાડી મેડલ જીતીને દેશનું નામ રોશન કરતા હોય છે.
ભારત તરફથી પૈરા ઓલમ્પિકમાં રમવા માટે ઘણા ખેલાડીઓ ગયા હતા તેમાંથી ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશ માટે મેડલ જીત્યા હતા.પૈરા ઓલમ્પિકમાં ભારત તરફથી ટેબલ ટેનિસમાં ભાગ લેવા માટે ગુજરાતના ભાવિના પટેલ ગયા હતા તેમને ટેબલ ટેનિસમાં ખુબ સારું પ્રદર્શન કરીને દેશ માટે સિલ્વર મેડલ જિત્યો હતો.
ભાવિના પટેલ ગુજરાતના વતની છે.તેમને મેડલ જીતીને ભારત અને તેમના માં બાપનું નામ રોશન કર્યું હતું.તેમને મેડલ જીતવા બદલ બ્રટિશની કાર બનાવતી કંપની MG મોટર્સ તેમને એક કાર આપવાની જહેરાત કરી છે.
MG મોટર્સ રવિવારના દિવસે ટોક્યો પૈરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય એથ્લીટ ભાવિના પટેલને એક નવી કાર આપીને સન્માનિત કરશે.કંપનીના અધ્યક્ષ રાજીવ ચાબાએ જાહેરાત કરી હતી.ભારતની પૈરા ટેબલ ટેનિસ ખિલાડી ભાવિના પટેલ ફાઇનલમાં ચીન ની ખેલાડી યિંગ સાથે મુકાબલો હતો જેમાં ભાવિના પટેલની હાર થાય છે.ભાવિના પટેલ પૈરા ટેબલ ટેનિસમાં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર ખેલાડી છે.
MG મોટર્સ હજુ નક્કી નથી કર્યું કે તે ભાવિના પટેલને તેમની વીરતા બદલ કઈ કાર તેમને ઉપહારમાં આપવામાં આવશે.ભાવિના પટેલે મેડલ જીતીને પોતાનું વતન નું નામ આજે આખા ભારતમાં રોશન કર્યું છે.ભાવિના પટેલને મેડલ જીતવા બદલ દેશના દેરક ખૂણા માંથી અભિનંદન પાઠવામાં આવ્યા હતા.