રામદેવરા અને કરણી માતાના દર્શન કરી ઘરે પાછા ફરતા રસ્તામાં નડ્યો અકસ્માત એક સાથે 12 લોકોના મૃત્યુ

Uncategorized

અત્યારે અકસ્માતની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે.ઘણી વખત અકસ્માત એટલા ગંભીર હોય છે કે એક સાથે ઘણા લોકોના મત્યુ થતા હોય છે.જયારે આવા અકસ્માત થાય ત્યારે ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે.પરિવારમાં મૃત્યુના ચમાચાર સાંભરતા શોકનો માહોલ સવાઈ જતો હોય છે.અક્સ્માતનોના સંખ્યા વધતી જાય છે જેમ રસ્તા ઉપર ફરતા વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે તેમ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે.મંગરવારના દિવસે રાજસ્થાનમાં એક ભયાનક અકસ્માત થયો હતો.

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના કેટલાક લોકો રાજસ્થાનમાં આવેલા રામદેવરા અને કરણીમાતા ના દર્શન કરીને પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે તેમની તુફાન ગાડી અને ટ્રેઇલર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો.આ અકસ્માત રાજસ્થાન નાગૈર શ્રીબાલજી નજીક મંગરવારના દિવસે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે તેના દ્રશ્યો જોવા વારા લોકોના હ્રદય કંપી ઉઠ્યા હતા.

આ અકસ્માતમાં મધ્યપ્રદેશના 12 લોકોના મૃત્યુ થયા હતા જેમાં 6 મહિલાઓ અને 2 પુરુષના ઘટના સ્થર ઉપર જ મૃત્યુ થયા હતા. 6 લોકોની હાલત ખુબ ગંભીર બતાવામાં આવે છે.અકસ્માત પછી બે મહિલાઓ અને એક પુરુષને બિકાનેર હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જેમના રસ્તામાં મુત્યુ થાય છે.

નોખા બાયપાસ પર તુફાન જીપ અને ટ્રેઇલર વચ્ચે ખુબ ભયાનક અકસ્માત સર્જાયો હતો.અકસ્માત પછી હાઇવે ઉપર લાંબો ટ્રેફિક જામ થયો હતો આ અકસ્માતમાં 12 લોકના મત્યુ થયા છે.અકસ્માતની જાણ થતાની સાથે પોલીસ એબ્યુલન્સ ઘટના સ્થરે આવી ગઈ હતી.પોલીસે આગરની કાર્ય વાહી ચાલુ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ટિવટર ઉપર ટ્રીવટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પીએમ રાહત ફંડ માંથી તેમના પરિવારને બે બે લાખ રૂપિયા આપશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પચાસ હજાર આપવાની જહેરાત કરી છે.મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ મધ્યપ્રદેશ સરકાર તરફ થી પીડિત પરિવારને બે બે લાખ રૂપિયા આપવાની જહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *