આપણે રોજ અકસ્માતના સમાચાર સાંભરવા મળતા હોય છે.કયારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘણા લોકોના ઘટના સ્થર ઉપર મૃત્યુ થઇ જતા હોય છે.એક નાનકડી ભૂલ ખુબ મોટો અકસ્માત સર્જી શકે છે.આ અકસ્માતના દ્રશ્યો એટલા ખરાબ હોય છે કે તે દ્રશ્યો જોવા વારા લોકોના હૃદય કંપી ઉઠે છે.અકસ્માતમાં ઘણા વખત એક જ પરિવારના સભ્યો મૃત્યુ પામતા હોય છે.પરિવારમાં શોકનો માહોલ છવાઈ જતો હોય છે.
મંગરવારના દિવસે ભારતમાં બે મોટા અકસ્માત સર્જ્યા હતા એક અકસ્માત રાજસ્થાનમાં જેમાં એક સાથે બાર લોકોના મૃત્યુ થયા હતા રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં મુત્યુ પામેલા લોકો એક જ ગામના હતા.રામદેવરા દર્શન કરીને પરત પોતાના વતન પાછા જતા હતા ત્યારે તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ ગામના બાર લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા
બીજો અકસ્માત DEMK ના ધારાસભ્યના પરિવારમાં મંગરવારના દિવસે આ દુઃખદ ઘટના ઘટી હતી જેમાં તેમના પરિવારના સાત સભ્યોના મૃત્યુ થયા હતા.આ અકસ્માત કર્ણાટકના બંગલોરે માં થયો હતો.જેમાં ફૂલ સ્પીડ માં જતી ઓડી કાર એક વીજળીના થાંભલા સાથે ટકરાઈ હતી.જેમાં ધારાસભ્યના દીકરો અને તેને પત્ની સમેત કુલ સાત લોકોના મુત્યુ થયા હતા.
કર્ણાટક માં થયેલો આ ભયંકર અકસ્માત મંગરવારના દિવસે લગભગ બે વાગ્યાની આસપાસ ત્યો હતો.અકસ્માત માં ગાડી ફૂલ સ્પીડ માં હતી તે વીજળીના થાંભલા સાથે ગાડીની ખુબ ભયંકર ટક્કર થઇ હતી જેમાં એક સાથે સાત લોકોના મૃત્યુ થયા હતા.પોલીસને જાણ થતાની સાથે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થરે આવી પહોંચ્યા હતા.
DEMK પાર્ટીના હોસુર સીટના ધારાસભ્ય વાઈ પ્રકાશના પરિવારમાં આ દુઃખદ ઘટના બની હતી.પરિવારમાં અકસ્માતના સમાચાર મળતાની સાથે પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગતું હતું એક નાનકડી ભૂલ આજે આખા પરિવાર ઉપર ભારી પડી ગઈ.ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે.ભગવાન તેમની આત્માને શાંતિ આપે