આપણી સંસ્કૃતિ એ ધાર્મિક સંસ્કૃતિ છે જ્યાં લોકો ભગવાન ની પુજા પાઠ કરવાનું વારસો થી ચાલતું આવી રહેલું છે અને તેથી જ તો આપડા ભારત ના મંદિર આખી દુનિયા માં સુપ્રસિદ્ધ છે. આજે આપડે વાત કરીસું ગુજરાત ના 5 એવા મંદિર કે જ્યાં લોકો સૌથી વધારે જવું પસંદ કરે છે
5) દ્વારકાધીશ મંદિર : – દ્વારકાધીશ મંદિર એ દ્વારકા શહેર નાગુજરાત માં આવેલું છે. આ મંદિર એ 2500 વરસ જૂનું છે અને એ તેની સંસ્કૃતિ માટે સુપ્રસિદ્ધ છે. આ મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણ નું મંદિર છે જેને લોકો ” જગત મંદિર ” અથવા તો ” સુંદર મંદિર ” તરીકે પણ ઓરખે છે. આ મંદિર ગોમતી નદી ના કિનારે આવેલું છે અને મુખ્ય દ્વાર એ મોક્ષ દ્વાર તરીકે ઓરખાય છે જે ઉત્તર દિશા માં આવેલો છે અને દક્ષિણ દિશા માં આવેલા દ્વાર ને સ્વર્ગ દ્વાર કહેવામાં આવે છે.આ મંદિર ને 2500 વર્ષે પહેલા બનાવમાં આવ્યું હતું પણ એને પછી ત્યાં ના ટ્રસ્ટ દ્વારા ગની વખતે એમાં સુધારા કરવામાં આવ્યા છે . જો તમે જાઓ તો એક દિવસ પસાર થઈ શકે છે
ટાઇમિંગ :6.30 AM TO 1.00 PM and 5.00 pm to 9.30 pm
એન્ટ્રી ફી : નથી
વેધર : નોર્મલ
બેસ્ટ ટાઈમ: નવેમ્બર તો માર્ચ
2)સોમનાથ મંદિર:
સોમનાથ જે શિવ ભગવાન નું મંદિર છે. આ મંદિર જે વેરાવર ની નજીક ગુજરાત માં આવેલું છે અને તે દરિયા કિનારે આવેલું હોવાથી મંદિર ની ગણના સૌથી સુંદર મંદિર માં થાય છે. અહિયાં લોકો સૌથી વધારે જવું પસંદ કરે છે. કારણ કે તેમને સુંદર રમનિય મંદિર માં ભગવાન શિવ ના દર્શન કરવા મળે છે અને તેની સાથી લોકો દરિયા કિનારા ની ઠંડી હવાની તથા ગોડેસવારી અને ઊંટ સવારી ની મોજ માનતા હોય છે. અહિયાં વર્ષ માં લાખો લોકો દર્શન કરવા આવે છે. દરિયા કિનારે આવેલું હોવાથી લોકો ચોમાસા માં જવું ટારે છે.
ટાઇમિંગ :6.0 AM To 9.30 pm
એન્ટ્રી ફી : નથી
વેધર : નોર્મલ
બેસ્ટ ટાઈમ: નવેમ્બર થી માર્ચ
3) અક્ષરધામ મંદિર:
આપણે જાણીએ છીયે તેમ સ્વામિનારાયણ પંથ ના લોકો તેમના આર્કિટૈક્ચર માટે સુપ્રસિદ્ધ છે. એમને ગણા બધા મંદિર ની સ્થાપના કરેલી છે એમાંથી બે અક્ષરધામ છે જેમથ એક દિલ્લી અને બીજું ગાંધીનગર ગુજરાત રાજ્ય માં આવેલું છે. આ મંદિર 23 એકર્સ થી પણ વધારે જગ્યા માં પથરાયેલું છે.અહિયાં એન્ટરર્ટેંમેંટ દ્વારા સ્વામિનારાયણ ભગવાન વિષે બતાવમાં આવે છે. આ મંદિર ની સ્થાપના 1992 માં સ્વામિનારાયણ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી અને એમથી પણ એક 45 મિનટ વોટર શો એ મુખ્ય અટ્રૈક્શન છે. ફૅમિલી જોડે એક દિવસ ફરવા માટે નું સારું પ્લેસ છે.
ટાઇમિંગ :9.30 AM To 6.30 pm
એન્ટ્રી ફી : છે
વેધર : નોર્મલ
બેસ્ટ ટાઈમ: ઓક્ટોમ્બર થી માર્ચ
2 ) કસ્ટભંજનદેવ સારંગપુર :
સારંગપુર માં આવેલું કસ્ટભંજનદેવ નું મંદિર કે જ્યાં લોકો દરેક શનિવારે હજારો ની સંખ્યા માં દર્શન કરવા માટે આવે છે. આ મંદિર એ બોટાદ થી 10 km દૂર ગુજરાત માં આવેલું છે. ત્યાં ભક્તો શનિવારે વહેલી સવારે દર્શન કરવાનું વધારે પસંદ કરે છે તેજ કારણે ત્યાં ધર્મશારા બાનવામાં આવી છે તો ત્યાં લોકો રોકાઈ શકે અને વહેલી સવારે આરતી નો આનંદ લઈ શકે, એક દિવસ પરિવાર જોડે ભક્તિ સાથે વિતાવવા માટે ની સારી જગ્યા છે.
ટાઇમિંગ :6:00 am to 2:00 pm, 4:00 pm to 9:00 pm
એન્ટ્રી ફી : છે
વેધર : નોર્મલ
બેસ્ટ ટાઈમ: ઓક્ટોમ્બર થી માર્ચ
1) અંબાજી મંદિર:
અંબાજી માં આવેલું માં અંબે નું મંદિર કે દરેક વરસે લખો ની સંખ્યા માં લોકો માં ના દર્શન કરવા આવે છે. આ મંદિર એ આરાસુર પર્વત પર આવેલું છે સરસ્વતી નદી ના કિનારે અંબાજી બનાસકાંઠા ગુજરાત માં આવેલું છે. અહિયાં લોકો ભાદરવા માસ ની પુનમ ના દિવસે ઠેર ઠેર થી ચાલતા જાય છે અને માં અંબે ની પૂજા કરે છે. આ મંદિર ને સફેદ માર્બલ થી બનાવમાં આવ્યું છે અને મંદિર ની વચ્ચે એક ચોક છે જેને ચચાર ચોક કહેવાય છે.
ટાઇમિંગ :7:30 To 10:45am, 12:30 To 4:15pm, 7 To 9pm
એન્ટ્રી ફી : છે
વેધર : નોર્મલ
બેસ્ટ ટાઈમ: સપ્ટેમ્બર થી માર્ચ