જો તમે આવનાર પરિસ્થિતિ ને કંટ્રોલ કરી શકતા હોય તો ચિંતા કરવાનું કોઇ કારણ નથી અને જો તમે ન કરી શકતા હોય તો ચિંતા કરવાથી કોઈ જ ફાયદો નથી. કાલે જે કરી શકવાના હોય તે સુંદર રીતે કરી શકો તે માટે પ્રભુને ઈચ્છા અર્પણ કરો. તેમ કરવાની શક્તિ વિશે જાણી લો અને પ્રાર્થના કરી આજને જીવી લો. જો તમારી ચિંતા કરતી જો હોય તો ક્રીયા વિશે નહીં પરંતુ નિષ્ક્રિયતા વિશે કરો.
જો કોઈ આપના શરીરને શોષતું હોય તો તે છે ચિંતા. એક વખત તમે તમારા અંતરમાં જોવું જો તમને તેમાં કંઇ ખોટું લાગતું ના હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા એ મધમાખી જેવી છે તમે તેમને જેટલો હટાવવાનો પ્રયાસ કરશો તેટલી જ તે મધમાખી તમારા નજીક આવવા પ્રયાસ કરશે. ચિંતાએ આવતીકાલના દુઃખોને નહીં પરંતુ આજને નુકસાન પહોંચાડે છે અને આજની ખાલી કરી છે.
ચિંતા કરવાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. એક વાત જાણી લો કે ચિંતા એ સમસ્યા ની કિંમત નું વ્યાજ છે. તમે જોયું હશે કે ચિંતા એ આજ સુધી કોઈ પણ કાર્ય પૂર્ણ કર્યું નથી. જેટલી વઘુ પાર્થના કરવામાં આવશે તેટલી ચિંતા ઓછી થશે. ચિંતાએ રાતનો ઉજાગરો કરાવે છે અને શ્રદ્ધાએ ઊંઘ ની ચાદર આપે છે.
એક મરણ પથારીએ પડેલા વ્યક્તિએ કહ્યું, તેની જિંદગી અઢળક દુઃખોથી ભરેલી હતી. જે બીજાના કામોની ચિંતા નથી કરતો તેની જિંદગી આરામ અને સુખથી ભરેલી હોય છે. હંમેશા આપણી કમજોરી ના કારણે જ હોય છે. સૂતી વખતે લોકો ચિંતા સાથે રાખીને સુતા હોય છે પરંતુ ચિંતા સાથે રાખીને શું એટલે પીઠે ગાંસડી બાંધીને સુવા બરાબર છે. તમે એકવાર ચિંતા ને છોડી દેશો તો સમય આપોઆપ બદલાઈ જશે. લોકો તો એવા હોય છે કે જે વસ્તુ ભવિષ્યમાં બનવાની જ નથી તેની ચિંતા કરીને અધમુઆ થઇ જતા હોય છે.
તમે ચિંતા કરી રહ્યા છો મતલબ કે તમે જ બધું કરી રહ્યા છો અને તમારા સિવાય કોઈ ન કરી શકે તેઓ તમે અહંકાર કરો છો. ચિંતા એ જીવનના કાટરૂપ છે, તે વ્યક્તિની ઉજ્જવળતા નો નાશ કરે છે અને તેની તાકાતને નબળી પાડે છે. તાએ કલ્પનાશક્તિનો સૌથી મોટો દુરુપયોગ માનવામાં આવે છે.
આ વાંચીને તમે ચિંતા મુક્ત થયા હોવ તો આ સ્ટોરી ને બીજા લોકો જોડે શેર કરજો જેથી બીજા મિત્રો પણ ચિંતા મુક્ત થાય.