કોરોનાના કપરા કાળ દરમિયાન ઉત્તર પ્રદેશમાં રહસ્યમય તાવે ચિંતા વધારી દીધી છે. આ તાવની ઓળખ સ્ક્રબ ટાઈફસના લક્ષણ તરીકે થઇ છે, બચવા શું એ જાણવું પણ જરૂરી છે? મથુરાના ચીફ મેડિકલ ઓફિસર (CMO) રચના ગુપ્તાએ બુધવારે જણાવ્યું હતું કે કુહ નામના એક જ ગામમાં લગભગ 26 બાળકો તેનાથી સંક્રમિત હતા. તો પિપરોથ, રાલ અને જસોદામાં પણ ક્રમશઃ ૩,૧૪ અને ૧૭ કેસ સામે આવ્યા છે. સ્ક્રબ ટાઈફસથી આ વિસ્તારમાં કુલ ૧૦ લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાં ૮ તો બાળકો જ હતા.
એ સિવાય વેસ્ટર્ન ઉત્તર પ્રદેશના જિલ્લા આગ્રા, ફિરોઝાબાદ, મેનપુરી, એટા અને કાસગંજમાં પણ સંક્રમણ અને મોતના કેસ અમે આવ્યા છે જેમના સેમ્પલની તપાસ ચાલી રહી છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના જણાવ્યા મુજબ સ્ક્રબ ટાઈફસને શર્બ ટાઈફસ પણ કહેવામાં આવે છે. તે ઓરોએન્ટિયા ત્સુત્સુગામશી નામના બેક્ટેરિયાથી થાય છે. બેક્ટેરિયા લોકોમાં ત્યારે ફેલાય છે જ્યારે તેનાથી સંક્રમિત ચિગર્સ (લાર્વા માઇટ્સ) ડંખ મારી લે.
સ્ક્રબ ટાઈફસમાં લક્ષણ ચિગર્સ (લાર્વા માઇટ્સ)ના ડંખ મારવાના ૬-૨૧ દિવસની અંદર દેખાય છે. તાવ, શરદી, માથાનો દુઃખાવો, શરીર અને માંસપેશીઓનો દુઃખાવો, ગુસ્સે થવું, શરીર પર ફોલ્લીઓ પડવી વગેરે તેના લક્ષણ છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રના જણાવ્યા મુજબ સ્ક્રબ ટાઈફસની કોઈ વેક્સીન તો નથી પરંતુ તેમાં સંક્રમિત વ્યક્તિથી અંતર બનાવી રાખવું જરીરૂ છે. એ સિવાય એ વિસ્તારમાં જવાથી બચવું જોઈએ જ્યાં ચિગર્સ (લાર્વા માઇટ્સ) હોય છે.
તેની સાથે સાથે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર દ્વારા લોકોને હાથ પગ ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવે છે. લોકોને Permethrin કિટનાશકના ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે કેમ કે તેનાથી લર્વા માઇટ્સ મરે છે. સામાન્ય રીતે સ્ક્રબ ટાઈફસ ફીવર (તાવ) એવા લોકોને થાય છે જે જંગલ વિસ્તારની આસપાસ રહે છે અને જ્યાં ઉંદરો વધારે હોય છે. સ્ક્રબ ટાઈફસની ઓળખ માટે દર્દીનું IGM પરીક્ષણ કરાવવામાં આવે છે.
રોગની ઓળખ થવા પર એન્ટીબાયોટિક્સ દવાઓના માધ્યમથી જ તેની સારવાર કરવામાં આવે છે. આ કીડો ડંખ મારે તેના 6-21 દિવસ બાદ આચનકથી કેટલાક લક્ષણ દેખાવા લાગે છે. દર્દીને તાવ સાથે, ઠંડી લગાવી અને માથાના દુઃખાવાના સામાન્ય લક્ષણ છે સાથે જ જ્યાં કીડાએ ડંખ માર્યો હોય એ જગ્યા કાળી પડવા લાગે છે અને એ જગ્યાએ ઘા બનવા લાગે છે. શરૂઆતમાં આ ઘા લાલ રંગનો હોય છે અને તેની ગોળાઈ ૧ સેન્ટિમીટરના આકારની હોય છે. સંક્રમિત વ્યક્તિના ગળાની આસપાસ ફોલ્લી બનવી પણ આ જ રોગની ઓળખ છે.