કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા અનેક રીતે ઓલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે એની માગ વધારે રહે છે. એલોવેરાની ખેતીની સૌથી ખાસ વાત એ છે કે, આ માટે માત્ર એક વખત રોકાણ કરવાનું રહે છે. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી આ ખેતીમાંથી સારી એવી કમાણી થાય છે. એક વખત પ્લાન્ટ લગાવ્યા બાદ એમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યાએ પણ લઈ જઈ શકાય છે.
આ રીતે પ્લાન્ટની સંખ્યામાં વધારો થઈ શકે છે. એક એલોવેરા પ્લાન્ટ ત્રણથી ચાર મહિનામાં બેબી પ્લાન્ટ આપી દે છે. એલોવેરાની ખેતી માટે સૌથી જરૂરી છે ખેતર કે જમીનમાં વધારે પડતો ભેજ ન હોવો જોઈએ. એલોવેરા માટે રેતાળ જમીન સૌથી વધારે ઉપયોગી પુરવાર થાય છે. જોકે, ઘરે કે નાના બગીચામાં પણ તેને ઉછેરી શકાય છે. પણ સમયાંતરે એમાં સફાઈ કરવી અનિવાર્ય છે. એલોવેરામાં પણ અનેક પ્રકારની પ્રજાતિ હોય છે. જેમાં ઈંડિગો સૌથી મુખ્ય માનવામાં આવે છે.
જેને સામાન્ય રીતે ઘર કે નાના બગીચામાં પણ ઉછેરી શકાય છે. પણ એલોવેરા બાર્બા ડેન્સીસ પ્રજાતિ સૌથી વધારે લોકપ્રિય છે. જેનો હાલમાં સૌથી વધારે ઉપયોગ સારવાર માટે થાય છે. એ પછી કોસ્મેટિક બનાવવા માટે હોય કે બીજા કોઈ ઉપયોગ માટે. ઘણા ખેડૂતો પણ આની ખાસ ખેતી કરે છે. જેમાંથી વધારે પડતું જેલ નીકળે છે. ફેબ્રુઆરીથી ઑક્ટોબર સુધી એલોવેરાની ખેતી કરી શકાય છે.
શિયાળામાં એની કોઈ વાવણી થતી નથી. આ સિવાય ખેડૂત આખા વર્ષમાં ગમે ત્યારે એની વાવણી કરે તો કોઈ નુકસાન નથી. પ્લાન્ટ રોપતી વખતે પ્લાન્ટમાં વચ્ચે બે ફૂટની જગ્યા હોવી અનિવાર્ય છે.
પ્લાન રોપી દીધા બાદ વર્ષમાં બે વખત ખેડૂત એની કાપણી કરી શકે છે. જેમાંથી પૈસા પણ ઊભા થઈ જાય છે. એલોવેરાથી પ્રાણીઓનું જોખમ રહેતું નથી. કારણ કે જાનવર એને ખાતા નથી. પણ ખેતરની આસપાસ રહેતા જાનવરથી એની સુરક્ષા કરવી જોઈએ.કારણ એના પાંદડા નરમ હોય છે. જે સરળતાથી તૂટી જાય છે. એક વીઘા જમીનમાં ખેડૂત ૧૨ હજાર પ્લાન્ટ રોપી શકે છે. ખેતી માટેના એક પ્લાન્ટની કિંમત રૂ.૩થી રૂ.૪ હોય છે. એટલે રૂ.૪૦,૦૦૦ ના બજેટમાં આ પ્લાન્ટની મોટી ખેતી થઈ શકે.
આ ખેતીથી ખેડૂતને ૩.૫ કિલો સુધી પાંદડા મળે છે. જેના એક પાનની કિંમત રૂ.૫થી ૬ હોય છે. મોટી માત્રામાં હોય તો રૂ.૧૮ થી ૨૦ માં વેચાય છે. આમ ઓછા રોકાણમાં ખેડૂત પાંદડા વેચીને પણ લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. એટલે કે એલોવેરાથી ખેતીથી પાંચગણો ફાયદો થાય છે. ખેડૂત પ્લાન્ટ અથવા પાંદડા બંને વેચી શકે છે. આ ઉપરાંત એનું જેલ કાઢીને કોઈ કંપનીને સીધું વેચાણ કરી શકાય છે. આ ખેતી માટે કોઈ કીટ નાશક કે યુરિયાનો ઉપયોગ ન કરો.નિયમિત સફાઈ અને પાણી પીવડાવીને ઉછેરીને ખેડૂતો મોટી રકમ કમાઈ શકે છે.