બેન્ક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) માં રૂ. ૧,૨૦૯ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) ગાળામાં બેન્કને રૂ. ૧,૦૪૭ કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. જૂન ત્રિમાસિકમાં બેન્કનો ઓપરેટિંગ નફો ૪૧% વધીને ૫,૭૦૭ કરોડ રૂપિયા થયો છે.
નવા વ્યાજ દરો લાગુ થઈ ગયા છે.
જે લોકો બેંક ઓફ બરોડા (BOB) માં બચત ખાતું ધરાવે છે તેમના માટે આ સમાચાર મહત્વના બની શકે છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેણે બચત ખાતા પર વ્યાજ દરમાં સુધારો કર્યો છે. બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દરો બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે જૂન ત્રિમાસિકના પરિણામોમાં બેન્કને ઘણો ફાયદો થયો છે. બેંકની ચોખ્ખી વ્યાજની આવકમાં ૧૬% નો વધારો થયો છે, જે ૭,૮૯૨ કરોડ રૂપિયા નોંધાયેલ છે.
જાણો નવા વ્યાજ દરો: બેંક ઓફ બરોડામાં જે લોકોના બચત ખાતામાં ૧ લાખ સુધીની રકમ જમા છે તેમને ૨.૭૫% ના દરે વ્યાજ મળશે. ૧ લાખથી વધુ અને ૨૦૦ કરોડથી ઓછા નાણાં પર ૨.૭૫ % , ૨૦૦ કરોડથી વધુ અને રૂ. ૫૦૦ કરોડથી ઓછા નાણાં પર ૩.૦૫ ટકા, રૂ. ૫૦૦ કરોડથી વધુ અને રૂ. ૧૦૦૦ કરોડથી ઓછા નાણાં પર ૩.૧૧ ટકા અને ૧૦૦૦ કરોડથી વધુ નાણાં પર ૩.૨ ટકા વ્યાજ મળશે. આ બદલાયેલા દરો ૨૬ મેથી લાગુ થયા છે.
નોંધપાત્ર રીતે, બેન્ક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) માં રૂ. ૧,૨૦૯ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી-માર્ચ) બેંકને ૧,૦૪૭ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. જૂન ક્વાર્ટરમાં બેન્કનો ઓપરેટિંગ નફો ૪૧ ટકા વધીને ૫,૭૦૭ કરોડ રૂપિયા થયો છે. કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો પણ ઘટીને ૪૭.૪૫ ટકા થયો છે. આ ગયા વર્ષના સમાન ત્રિમાસિક કરતાં ૫૭૪ બેસિસ પોઇન્ટ ઓછું છે. તાજેતરમાં બેંક ઓફ બરોડાએ ગ્રાહકો માટે નવી સુવિધા ‘બરોડા ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ’ શરૂ કરી છે.
માત્ર 5 મિનિટમાં બેન્ક ઓફ બરોડામાં ખોલો ખાતું.
‘બરોડા ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ (Baroda Insta Click Savings Account)’ ની મદદથી, ગ્રાહકો ફક્ત 5 મિનિટની અંદર 4 સરળ સ્ટેપ દ્વારા ઘરે બેસીને બચત ખાતું ખોલી શકે છે. આ માટે તેમને માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે. ખાતું ખોલવા માટે, પ્રથમ પગલામાં મૂળભૂત વિગતો આપવી પડશે. બીજા ચરણમાં પાન અને આધારની વિગતો આપવી પડશે. ત્રીજા ચરણમાં સરનામું આપવું પડશે અને શાખાની પસંદગી કરવી પડશે.
ચોથા ચરણમાં વ્યક્તિગત વિગતો, નામાંકન અને વધારાની સેવાઓ શામેલ છે. 18 વર્ષથી ઉપરના કોઈપણ ભારતીય નાગરિક ‘બરોડા ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ’ ખોલી શકે છે. આ મર્યાદિત KYC એકાઉન્ટ છે. તેને ખાતું ખોલ્યાના 12 મહિનાની અંદર સંપૂર્ણ કેવાયસી ખાતામાં રૂપાંતરિત કરવાનું રહેશે. આ માટે બેંક શાખાની મુલાકાત લઈને KYC દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જો ગ્રાહક નિયત સમયમર્યાદામાં આમ ન કરે તો બેંક દ્વારા ખાતું સ્થિર કરી દેવામાં આવશે.