માં બાપ પોતાના છોકરાઓને એવું નથી શીખવાડતા કે કોઈકના નોકર બનો એના કરતાં પોતાના માટે કઈક કરો દેશ માટે કંઈક કરો દરેક મા-બાપ તેમના છોકરાને સારું ભણાવી ગવર્મેન્ટ નોકરી કરાવે છે અથવા તો એક સારી કંપનીમાં નોકરી કરાવવા માગતા હોય છે.
જ્યારે અત્યાર ના મા બાપ એવું શીખવાડતા હોય છે કે બેટા ગોખવાનું નહીં વસ્તુને સમજવાનું હરિફાઈ કર્યા વગર તારા મિત્રોને સાથે લઈને આગળ વધ એકબીજાની મદદ કરો આવા માબાપના છોકરાઓ મોટા થઈને સારુ ભણી સારી પોસ્ટ ઉપર નોકરી લાગે છે.
રક્ષાબંધનનો દિવસ હતો ભરથના ના સી. ઈ. ઓ. ચંદ્ર પાલ તેમની સરકારી ગાડીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમને એક પંચરવાળા ની દુકાન જોઈ પરંતુ આ પંચરવાળા ની દુકાન બીજી પંચર વાળી દુકાનો કરતા સાવ અલગ હતી. આ દુકાનમાં એક મહિલા પંચર કાઢી રહી હતી ચંદ્ર પાલે ત્યાં ગાડી રોકવાનું કહ્યું અને થોડીવાર તે આ બધું જોઈ રહ્યા. તે કેવી રીતે ગ્રાહકોને સાચવે છે પુરુષ જે કામ કરતા હતા એ કામ આ મહિલા કરી રહી હતી.
ચંદ્ર પાલ ગાડીમાંથી નીચે ઉતરી ને તે મહિલા પાસે જાય છે અને કહે છે બેટા આજે તો રક્ષાબંધન છે તે તારા ભાઈને રાખડી બાંધી નથી આ વાત સાંભળી મહિલા ઉદાસ થઈ જાય છે અને કહે છે કે મારો કોઈ ભાઈ નથી એટલે ઘર ચલાવવા માટે પંચર ની દુકાન ચલાવું છું.
આ વાત સાંભળી ચંદ્ર પાલે રાખડી કાઢી અને કહ્યું લે રાખડી બાંધ હું આજથી તારો ભાઈ છું અને હંમેશા તારી રક્ષા કરીશ આ વાત સાંભળી મહિલા ની આંખમાંથી આંસુ આવી ગયા કારણ કે આજ સુધી એને આવું કોઈ એ કહ્યું ન હતું. અને ચંદ્ર પાલ એ પછી તેને શગુન આપ્યું એટલું જ નહીં પરંતુ તેમના ડ્રાઇવર એ આસિસ્ટન્ટ ને પણ તે મહિલા જોડે રાખડી બંધાવી. કારણકે ચંદ્ર પાલ ના માતા-પિતાએ તેમને વેલ્યુ કરતા શીખવાડ્યું હતું.