મોગલ માનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે જેને મોગલ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોગલ માતા નો ઇતિહાસ લગભગ સાડા ચારસો વર્ષ જુનો છે. ભગુડા ગામ એ એક નાનકડું ગામ છે. મોગલ માતા અહીં સાક્ષાત રૂપમાં હોય છે.
આ મંદિર સાથે અનેક લાખો લોકોની ભક્તિ જોડાયેલી છે મોગલ માતાના દર્શન માટે લોકો ખાસ કરીને મંગળવાર અને રવિવારે આવતા હોય છે. ભગુડા ગામના લોકો સવારે માતાના દર્શન કરી અને પોતાના કામ ધંધા પર જાય છે. અને ચૈત્ર મહિનામાં પણ લોકો દર્શન માટે આવતા હોય છે.
મોગલ માં ને લોકો લાપસીનો પ્રસાદ ચઢાવે છે કારણકે માતાજીને લાપસી નો પ્રસાદ ખૂબ જ પસંદ છે. એવું કહેવાય છે કે લાપસી નો પ્રસાદ ચડાવવાથી લોકોને બધી મનોકામના પૂરી થાય છે. આ મંદિરમાં ફ્રી માં જમવાની પણ સુવિધા કરવામાં આવેલી છે. જે લોકો માં ના દર્શન માટે આવતાં હોય છે એ લોકો પરસાદી લેતા હોય છે. લોકો માટે ચા-પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ બધી વ્યવસ્થા શ્રી મા મોગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે.
આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરમાં કોઈ ભુવા નથી અને કોઈ દોરાધાગા કરવામાં આવતા નથી અહીં માતા સાક્ષાત રૂપે હાજર હોવાથી તે ભક્તોના મનની વાત સાંભરી તેમની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે લોકો અહીં દર્શન માટે આવતાં હોય છે.
જે લોકોને છોકરા ના થતા હોય એ લોકો અહીં માં જોડે પુત્રની પ્રાપ્તિ ની મનોકામના માંગતા હોય છે એ લોકોની મનોકામના પૂર્ણ થયા પછી એ લોકો તે મંદિરમાં તેમના પુત્રની ફોટો ચડાવતા હોય છે તેથી જ માતાજીના મંદિરમાં કેટલા બધા છોકરાઓ ના ફોટા લગાવવામાં આવેલા છે.
જે લોકો માતાજીની સાચા દિલથી ભક્તિ કરતા હોય છે એ લોકો પર માતાજી ક્યારે પણ દુઃખ આવવા દેતા નથી. અહીર સમાજ અને ગઢવી સમાજ માતાજીને કુળદેવી માને છે. માતાજીની આરતી દિવસમાં બે વાર કરવામાં આવે છે સવારે મંગળ આરતી થાય છે અને સાંજે સંધ્યા આરતી થાય છે. આ મંદિર 24 કલાક ખુલ્લું જ રહે છે.
કહેવાય છે કે 18 વર્ષની એક દીકરી તેના પિતાને ખેતરમાં ભાથું આપવા માટે જતી હોય છે એટલામાં પાછળથી ઘોડાઓનો અવાજ આવે છે એટલે દીકરી ને થયું કે હું તેમને આગળ જવા માટે જગ્યા આપુ તે સાઈડમાં ઉભી થઈ જાય છે પરંતુ તે ઘોડાવાળા આગળ જતા નથી ત્યાં દીકરી જોડે ઉભા રહી જાય છે અને દીકરી ને પૂછે છે ક્યાં જાય છે તું દીકરી કહે છે મારા પિતાને ભાથું આપવા જવું છું આવું સુંદર રૂપ લઈને તારે ભાથુ આપવા ના જવાનું હોય આવું સુંદર રૂપ તો અમારા દરબાર ખાનામાં શોભે ઘોડે સવાર મુસલમાન બાદશાહ હતો એનું કહેવું એવું હતું કે તું મારા દરબારમાં બેગમ રૂપે સારી લાગે.
દીકરીએ કહ્યું આ વાત તમારી સાચી છે પરંતુ તમારે આ વાત કરવા માટે મારા પિતા જોડે આવવું પડશે. તેના પિતા દીકરી સાથે ઘોડે સવારોને જોઈને પરેશાન થઈ જાય છે અને પૂછે છે કે બેટા કોણ છે પિતા મહેમાન છે આપણા ઘરે કંકોત્રી છપાવી પડે એવી છે પિતા ને સમજાઈ ગયું કે દીકરી આવું કહે છે એટલે એના મનમાં કંઈક ચાલી રહ્યું છે બાદશાહ ને હા પાડી અને કહ્યું કે તમે આ દિવસે જાન લઈને આવી જજો.
દીકરીને પિતાએ પૂછયું બેટા શું વિચારે છે દીકરીએ કહ્યું પિતા આપનું દુઃખ દૂર થાય એટલે આપણે કોઈ જોગણી મા ને યાદ કરીએ એટલામાં જ દીકરીને મોગલ માં બોલાઈ જાય છે. ને બેડીઓ ખખડાવીને ઊભી થઈ જાય છે અને બાદશાહ ની ખબર પડી ગઈ અને કહે છે માફ કરી દે મોગલ માં અને બાદશાહ ભાગી જાય છે અને ભગુડા ગામમાં જઈને એક ઘરમાં સંતાઈ જાય છે
અને પાછળ પાછળ મોગલ માં આવે છે તે બધા ઘરના તારા તોડે છે અને જે ઘરમાં બાદશાહ હોય છે તે ઘરનું તારું છેલ્લે તોડે છે અને કહે છે આજ પછી આ ગામમાં કોઈપણ ઘરને તારું મારતા નહીં કારણ કે હું કોઈ ઘરમાં ચોરી થવા નહીં દઉં બાદશાહ ભાગીને આવ્યો હતો એટલે એ ગામનું નામ ભગુડા રાખવામાં આવ્યું હતું.