બહુ બધા લોકોના જીવનમાં દેવાની એટલી બધી સમસ્યા વધી જતી હોય છે કે તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી. પણ કહેવાય છે કે દેવા થી મોટું કોઈ પણ દુશ્મન નથી કે કોઈ દુઃખ. તેવા લોકો ન ઈચ્છતા પણ ચિંતામાં રહેતા હોય છે. આવી પરેશાનીઓ તેમના જીવનમાં દુર્ભાગ્યનું કારણ બની જતી હોય છે. આજે અમે તમને એવા ઉપાય વિશે બતાવશું કે જેને ભગવાન હનુમાન દાદા આગળ કરવાથી દરેક સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.
કહેવાય છે કે કળયુગમાં મોજુદ ભગવાન હનુમાનજી છે જે ભક્તોના દરેક પ્રકારના દુઃખોમાંથી બહાર કાઢતા હોય છે. મારા જીવનમાં દેવું હોય તો બિલકુલ નિરાશ થવાની જરૂર નથી પરંતુ સંપૂર્ણ ભક્તિથી દાદા ને આ પ્રયોગ કરવો. ભક્ત છે તો હનુમાન દાદા છે અને હનુમાન દાદા છે ભક્ત છે માટે દાદા ભક્તોની સેવા માટે હંમેશા હાજર રહેતા હોય છે.
જાણો તે મહત્વપૂર્ણ ઉપાય વિશે, સૌપ્રથમ તમારે ૧૧ પાનના પત્તા, ૧૧ સોપારી અને હનુમાનજી વાળુ સિંદુર લઈ તેમા ચમેલીનું તેલ નાખી દેવાનું. દરેક પાનના પત્તા પર રામનું નામ લખવાનું છે અને સોપારી પર સિંદૂર લગાવાનું. સોપારીને પાનના પત્તામાં વીંટીને તેને લાલ રંગના દોરાથી બાંધી દેવાનું છે. તમારા ઘરમાં હનુમાનજીના મંદિર આગળ ચમેલીના તેલનો દીવો કરીને તમારે ૧૧ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. તમે જે પાનના પત્તામાં બીડું તૈયાર કર્યું છે તેને જેમ જેમ એક એક હનુમાન ચાલીસા પૂરી થતી જાય તેમ તેમ તમારી તે હનુમાનજી આગળ બીડું ચઢાવવાનું છે.
આ ઉપાયને તમારે અઠવાડિયામાં એક વાર કરવાનો છે અથવા મહિનામાં એકવાર કરી શકો છો. બીજા દિવસે એ પાનના બીડા ને વડના જાડ નીચે મૂકી આવવાનું અને કહેવાનું કે ભગવાન મને દેવામાંથી મુક્તિ આપો અને રામના ભક્ત નો પ્રસાદ સ્વીકારો અને મને આ સંકટમાંથી મુક્ત કરો. આટલું કહીને તમે ઘરે આવી જાઓ. હનુમાન દાદા તમારી વાત જરૂર સ્વીકારશે.