કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનને લઇ હાર્દિક પટેલે જાણો શું કહ્યું

Politics

રાજ્યમાં ફરી વખત અનામતનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ લોકોએ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે, પાટીદારોને અનામત મળશે કે નહીં. ત્યારે આ બાબતે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા પ્રતિક્રિયા આપી હતી.

હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જ્યારે સત્તા આપી કે હવે તમે OBCની અંદર તમે કોઈ પણ સમાજનો સમાવેશ કરી શકશો. આ વાતનું અમે હાર્દિક સ્વાગત કર્યું છે અને આ બીલનો અમે સ્વીકાર કર્યો છે. ગુજરાતમાં 27% અનામત છે OBC સમાજના અધિકારો માટે. તો તેની અંદર 148 જ્ઞાતિ છે. 148 જ્ઞાતિને તમે વિકાસની હરોળમાં ઉભી કરવાનો વાત કરો તો હું માનું તે અશક્ય છે. સૌથી પહેલા રાજ્ય સરકારે અનામતની 50% સીમાને તોડીને વધારવી પડે. નહીં તો માત્રને માત્ર કાયદો બન્યો છે તે કાગળમાં રહેશે. તેનાથી કોઈ સમાજને ફાયદો નહીં થાય. અનામતની વ્યવસ્થાનો મતલબ ભીખ નથી પણ અનામતનો મતલબ એ છે કે કોઈ પણ સમાજને પ્રતિનિધિત્વ આપવું. એ પ્રતિનિધિત્વ રાજનીતિ, શિક્ષણ અને નોકરીમાં હોઈ શકે. આ વાતને લઇને સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે 50%થી વધુ અનામત શક્ય છે કે નહીં. સાથે-સાથે તમારે કોઈ પણ સમાજને પ્રતિનિધિત્વ માટે હરોળમાં ઉભા કરવા હોય તો તે સમાજની કેટલી સંખ્યા છે તે પણ મહત્ત્વનું છે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હું તો OBC અનામતની ટકાવારી વધારવાની વાત કરું છું માત્ર મારા સમાજની વાત કરતો નથી. હું તો બધા સમાજની વાત કરી રહ્યો છે. રામદાસ આઠવલે નરેન્દ્ર મોદી સરકારના મંત્રી હતા. તેઓ કહે છે કે, પાટીદારોને અલગથી અનામત આપી શકાય. તે એનો મતલબ એ સ્વીકારી રહ્યા છે કે, સમાજની અંદર ઘણો એવો વર્ગ છે કે જે ગામડામાં રહે છે અને ગરીબ છે તો તેનો તેમને લાભ મળવો જોઈએ. ગુજરાતની અંદર ક્યાંકને ક્યાંક અનામત વ્યવસ્થાને લઇને વાત કરીએ તે લોકોને ગમતું નથી. તેનો હું સ્વીકાર પણ કરું છું. લોકો બંધારણને, અનામતને, બાબાસાહેબ આંબેડકર અને છત્રપતિ સાહુજી મહારાજને સમજવાનો પ્રયાસ નથી કરતા. એટલે લોકો અલગ-અલગ પ્રક્રિયામાં જોડાતા હોય છે. જ્યારે મેં અંદોલન કર્યું ત્યારે લોકો કહેતા હતા કે હાર્દિકની વાત ખોટી છે. પણ આજે 10% EBCનો લાભ મળ્યો છે તેમાં બે દિવસ પહેલા ક્લાસ 1ના અધિકારીઓનું રીઝલ્ટ આવ્યું ત્યારે ઘણા બધા લોકોને તેનો લાભ મળ્યો છે. તમે વ્યવસ્થાને સમજો અને જાણો. પછી તમે વાંચશો અને જાણશો પછી એવું લાગશે કે અમે જે વાત બોલી રહ્યા છીએ તે સાચી છે.

હાર્દિકે અંતમાં જણાવ્યું હતું કે, અમે અનામતની લડતા હતા તે સમયે ઘણા ફર્યા ત્યારે અમને આ બધી વાતની ખબર પડી અને તે સમયે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે, પહેલા અમે OBC અનામતની માગણી કરતા હતા પણ રાજ્ય ફર્યા ત્યારે ખબર પડી કે જે લોકોને આ અનામતનો લાભ મળે છે તેઓ પણ સુખી સમૃદ્ધ બની શક્યા નથી. પછી અમે અમારી વાત કરી કે, જે અમારા સમાજનના ગરીબ લોકો છે તેમને આનો લાભ મળવો જોઈએ. આખા દેશમાં અનામતમાં 50%ની સીમા વધારવી જોઈએ તે વાતમાં પહેલાથી જ કોંગ્રેસ સમર્થનમાં જ છે. ગરીબ સમાજને વિકાસની હરોળમાં લાવવા માટેનો અમારો પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *